Gujarat Main

અદાણી પાસેથી મોંઘી વીજળી ખરીદવાના મામલે કોંગ્રેસનો ગૃહમાં સૂત્રોચ્ચાર-હોબાળો

ગાંધીનગર: અસરકારે પોતાના વીજ મથકોની ક્ષમતા વધારવાના બદલે, અદાણી ઉદ્યોગ ગૃહ પાસેથી વીજળી ઊંચા ભાવે ખરીદીને તેને ફાયદો કરાવ્યો છે, તેવા આક્ષેપ સાથે વિપક્ષે બુધવારે ગુજરાત વિધાનસભામાં ભારે હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં ‘મોદી – અદાણી ભાઈ ભાઈ’ના સૂત્રો પોકાર્યા હતા. જેના પગલે ટ્રેઝરી બેન્ચ દ્વારા તેની સામે વાંધો લઈને કોંગ્રેના સભ્યો માફી માગે તેવી માંગ કરાઈ હતી. અલબત્ત, અધ્યક્ષ ડૉ નીમાબેન આચાર્યએ એવુ રૂલીંગ આપ્યું હતું કે, આવતીકાલે ગૃહની કાર્યવાહીનો રેકોર્ડ તપાસીને હું નિર્ણય આપીશ. ભાજપના સિનિયર સભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વાંધો ઉઠાવ્યો હતો, તે આ રીતે ગૃહમાં સૂત્રોચ્ચાર કરી શકાય નહીં. ત્યારે કોંગ્રેસના સિનિયર સભ્ય પરેશ ધાનાણીએ વળતો એવો જવાબ આપ્યો હતો કે , મોદી પણ ગુજરાતી છે અને અદાણી પણ ગુજરાતી છે, એટલે બન્ને ગુજરાતી ભાઈઓ છે, તેવુ કહેવામાં કાંઈ ખોટુ નથી. ચુડાસમા તથા સત્તાધારી પાર્ટીના દંડક પંકજ દેસાઈએ એવી માંગ કરી હતી, કે સૂત્રોચ્ચારના મામલે માફી માંગવી જોઈએ. હવે આવતીકાલે અધ્યક્ષ આ મુદ્દે પોતાનો નિર્ણય જાહેર કરશે.

સિનિયર કેબિનેટ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે આ આપણે શેર ખરીદી કરીયે છીયે, તેમ છે. સરકારે અદાણી પાસેથી 25 વર્ષ માટે પ્રતિ યુનિટ દીઠ રૂા.2.89ના ભાવે વીજળી ખરીદી છે. ખાસ કરીને ઈન્ડોનેશિયાથી આવતા કોલસો મેંધો પડતા સરકારે વીજખરીદના કરારમાં ફેર કર્યો હતો. અલબત્ત, દેસાઈએ એવો કોઈ સ્પષ્ટ ખુલાસો કર્યો નહોતો કે સરકારે વીજ ખરીદી કરારમાં સુધારો કર્યા બાદ અદાણી ગ્રુપને કેટલી રકમ વધારાની ચૂંકવી. બીજી તરફ કોંગ્રેસના સભ્યો દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે સરકારે અદાણી ગૃહ પાસેથી 8916 કરોડની વીજળી ખરીદી છે.

Most Popular

To Top