Gujarat

આજે વડાપ્રધાન સવારે દહેગામમાં રક્ષા શક્તિ યુનિ.ના પદવીદાન સમારોહમાં હાજરી આપશે

ગાંધીનગર: ગુજરાતની બે દિવસ માટેની મુલાકાતે આવ્યા છે. ગાંધીનગરમાં રાજભવન ખાતે પીએમ નરેન્દ્ર મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ સાથે અલગ અલગ મુલાકાત કરી હતી. મોદીએ વિધાનસભાની ચૂંટણીના મામલે તૈયારી શરૂ કરી દેવા રણનીતિ અંગે પણ ચર્ચા કરી હતી. પ્રદેશ ભાજપના અધ્યક્ષ પાટીલે મિશન ગુજરાત માટે 182 બેઠકોનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. પીએમ મોદી માતા હીરાબાને પણ મળીને આશીર્વાદ મેળવે તેવી સંભાવના છે.

  • મોદી સાંજે અમદાવાદના નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો આરંભ કરાવશે
  • બીજા દિવસે પણ રાજભવન-ગાંધીનગરથી દહેગામ સુધીના રોડ શોનું આયોજન

આવતીકાલે બીજા દિવસે પીએમ મોદી રાજભવનથી દહેગામ રક્ષા શક્તિ યુનિ. જવા 10 વાગ્યે રવાના થશે. બીજા દિવસે પણ રાજભવન- ગાંધીનગરથી દહેગામ સુધીના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. 12મી માર્ચે સવારે 11 વાગ્યે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના નવા સંકુલને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ મુખ્ય અતિથિ તરીકે યુનિ.ના પ્રથમ દીક્ષાંત સમારોહમાં સંબોધન પણ કરશે. દહેગામથી તેઓ પરત રાજભવન આવશે. જ્યારે સાંજે 6 વાગ્યે અમદાવાદમાં નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 11માં ખેલ મહાકુંભના સમારંભને ખુલ્લો મુકશે. ખેલ મહાકુંભમાં આજે 36 સામાન્ય રમતો અને 26 પેરા રમતોનો સમાવેશ થાય છે. 11માં ખેલ મહાકુંભ માટે 45 લાખથી વધુ ખેલાડીઓએ નોંધણી કરાવી છે. રાત્રે 8.30 વાગ્યે તેઓ અમદાવાદ એરપોર્ટથી નવી દિલ્હી જવા રવાના થશે.

Most Popular

To Top