ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) નજીક આવી રહી છે ત્યારે હવે પીએમ નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) ગુજરાત પ્રવાસમાં સતત વધારો થઈ રહ્યો છે. આવતીકાલે તા.28મી મેના રોજ એક દિવસ માટે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી પહેલા સવારે સવારે 10 વાગ્યે, રાજકોટમાં આટકોટ ખાતેની નવનિર્મિત મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ માતુશ્રી કે. ડી. પી.ની મુલાકાત લેશે. ત્યારબાદ સ્થળ પર જાહેર કાર્યક્રમમાં તેઓ સંબોધન કરશે. આ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું સંચાલન શ્રી પટેલ સેવા સમાજ દ્વારા કરવામાં આવે છે. સાંજે 4 કલાકે, પ્રધાનમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘સહકાર સે સમૃદ્ધિ’ પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધિત કરશે.
- મોદી સાંજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સહકાર સંમેલનને સંબોધન કરશે
- વડાપ્રધાન સવારે રાજકોટમાં આટકોટ ખાતેની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલની પણ મુલાકાત લેશે
- કલોલમાં ઇફ્કો દ્વારા 175 કરોડના ખર્ચ નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ઉદઘાટન કરશે
- સંમેલનમાં સહકારી સંસ્થાના 7 હજારથી વધુ પ્રતિનિધિ ભાગ લેશે
- પ્રધાનમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘સહકાર સે સમૃદ્ધિ’ પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધિત કરશે
મોદી કલોલમાં ઇફ્કો દ્વારા 175 કરોડના ખર્ચ નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ઉદઘાટન કરશે
વડાપ્રધાન મોદી સાંજે IFFCO, કલોલ ખાતે 175 કરોડના ખર્ચે નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ઉદઘાટન પણ કરશે. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્લાન્ટ દરરોજ 500 મિલિલીટરની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે.
સંમેલનમાં સહકારી સંસ્થાના 7 હજારથી વધુ પ્રતિનિધિ ભાગ લેશે
ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ રહ્યું છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં 84,000થી વધુ મંડળીઓ છે. આ મંડળીઓ સાથે લગભગ 231 લાખ સભ્યો સંકળાયેલા છે. રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબુત બનાવવાની દિશામાં વધુ એક પગલા તરીકે, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘સહકાર સે સમૃદ્ધિ’ વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે સેમિનાર યોજાશે. સેમિનારમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓના 7,000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. આ સંમેલને પીએમ મોદી સંબોધન કરશે.