અમદાવાદ: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં (Gujarat) ત્રણ જનસભાઓને સંબોધન કર્યું હતું. આ જનસભામાં વડાપ્રધાન જે વાતો કરી તે ગુજરાતની જનતાને ડરાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું, જે દુર્ભાગ્યપૂર્ણ છે. મોદી સાહેબ બાટલા હાઉસની નહીં, પરંતુ ગેસના બાટલાની કિંમત પર વાતો કરો તેવો પડકાર કોંગ્રેસે (Congress) ફેંક્યો હતો.
રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું કે, જે રીતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભામાં વાતો કરી છે. તે જોતા તેઓએ હાર સ્વીકારી લીધી હોય તેવું લાગી રહ્યું છે. સુરત અને અમદાવાદમાં આતંકવાદી ઘટનાઓના નામે ગુજરાતની જનતાને ડરાવી રહ્યા હતા, જે દુર્ભાગ્યપૂર્ણ છે. આતંકવાદ નાબૂદ કરવા માટે કોંગ્રેસે શું નથી કર્યું. બે બે પ્રધાનમંત્રીઓએ શહીદી વહોરી છે. વડાપ્રધાન જ્યારે તમે આતંકવાદની વાત કરી છે, તો ત્યારે એ પણ કહો કે પૂરી, પુલમાંવા, અને પઠાણકોટની ઘટનાઓ ક્યારે બની હતી. કંધારની ઘટનામાં આતંકવાદીઓને છોડી મૂકવા માટે કોણ ગયું હતું ? અક્ષરધામની ઘટના બની ત્યારે કોણ શાસનમાં હતું. મોદી સાહેબ બાટલા હાઉસ એનકાઉન્ટરની વાત કરવાની બદલે વધતાં જતાં ગેસના બાટલાની કિંમત પર વાતો કરો. ગુજરાતની જનતા હવે બધું સમજી ગઈ છે.