ગુજરાત: 10 ડિસેમ્બરનાં રોજ જ વિઘાનસભાની ચૂંટણીનું (Election) પરિણામ જાહેર થયું છે જેમાં ગુજરાતમાં (Gujarat) ભાજપે (BJP) તેના પોતાનાં જ ધણાં રેકોર્ડ તોડયા છે. તેમ છતાં ધણી સીટ કોંગ્રેસ (Congress) તેમજ આપ (AAP) જીતી છે. પરંતુ રવિવારના રોજ એક અફવાએ જોર પકડયું હતું જેમાં આપના વિસાવદરના વિજેતા ઉમેદવાર ભૂપત ભાયાણી ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે તેવી વાત ચાલી રહી હતી. આ અફવા અંગે તેઓએ સ્પષ્ટતા આપતા કહ્યું છે કે આ માત્ર અફવા છે હું પાર્ટી સાથે કયાકાય પણ ગદ્દારી નહીં કરું.
જણાવી દઈએ કે ભાજપે ગુજરાતમાં 156 બેઠક જીતી છે. તેમજ એક નવો જ ઈતિહાસ બનાવ્યો છે. આ સાથે આપને પણ આ ચૂંટણીમાં 5 બેઠક મળી હતી. જેમાંની એક વિસાવદરની બેઠક છે. વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી જીત મેળવી જાયન્ટ કિલર સાબિત થયા હતા. ભૂપત ભાયાણી કે જેઓ પોતાના વિસ્તારમાં 108ની છાપ ધરાવે છે. ભૂપત ભાયાણીની રાજકીય સફરની વાત કરીએ તો તેઓ સરપંચથી સીધા જ ગાંધીનગર સુધી પહોંચ્યાં છે. ભાજપમાં રહેલા ભૂપત ભાયાણીએ બે વર્ષ પહેલા જ પાર્ટી છોડી હતી અને આપમાં જોડાયા હતા.
તેઓ એક સમયના આ વિસ્તારમાં ભાજપના દિગ્ગજ અને કદાવર નેતા તરીકે જાણીતા હતા. આમ આદમી પાર્ટી એ તેમનું પ્રબળ નેતૃત્વ જોઈ તેમને વિસાવદર વિધાનસભાની ટિકિટ આપી હતી. ત્યારબાદ ભૂપત ભાયાણીએ વિસાવદર બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. ના કોઈ સ્ટાર પ્રચારક ના કોઈ સેલિબ્રિટી કે ના કોઈ જંગી સભા સંબોધી હતી. માત્ર ભેસાણ અને વિસાવદર પંથકના કરેલા કામો અને સરપંચ રહી ચૂકેલા ભૂપત ભાયાણીએ લોકો વચ્ચે જઈ પોતાની કામ કરવાની કાર્ય પદ્ધતિ જણાવી હતી.અને ડોર ટુ ડોર જઇ ગામડે ગામડે લોક પ્રચાર કર્યો હતો. જેના આઘારે તેઓએ આ ચૂંટણી જીતી હતી.