સુરત : વિધાનસભાની ચૂંટણી (Election) નજીક આવી રહી છે, તેથી ભાજપ-કોંગ્રેસ (BJP-Congress) અને આમ આદમી પાર્ટીના (AAP) રાષ્ટ્રીય નેતાઓની ગુજરાતની (Gujarat) આવન-જાવન વધી ગઇ છે. આગામી 13 અને 14 તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી સુરતમાં આવનાર છે. ત્યારે હવે 29મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી સુરત આવે તેવી શકયતા જણાઇ રહી છે. કારણ કે, વડાપ્રધાનની સંભવિત મુલાકાતને લઇને મોટી તૈયારીઓ શરૂ થઇ ચુકી છે, વિધાનસભાની ચૂંટણી પહેલા સુરત આવી રહેલા વડાપ્રધાનના હસ્તે વહીવટી ભવનનું ખાતમુહૂર્ત, આવાસ યોજાનાનો ડ્રો, લિંબાયતમાં કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા મોડેલ સ્મશાનભૂમિનું લોકાપર્ણ સહિતના કાર્યક્રમો યોજાય તેવી શકયતા છે. દરમિયાન મંગળવારે રાત્રે સુરત આવી રહેલા અમિત શાહ રાત્રી રોકાણ કર્યા બાદ બુધવારે ઇન્ડોર સ્ટેડીયમ ખાતે યોજાનારા હિન્દી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં હાજર રહેશે.