અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીઓને (Election) લઈ કોંગ્રેસે (Congress) પણ તૈયારીઓ શરૂ કરી છે. આગામી પાંચમી સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે, આગામી 5મી સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે આવશે, અને કોંગ્રેસ કાર્યકરો અને બુથની જવાબદારી સંભાળતા સાથીદારો સાથે સંબોધન કરશે.
આ ઉપરાંત દેશને એક તાંતણે જોડવા માટે કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં 7મી સપ્ટેમ્બર થી ભારત જોડોયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે રાષ્ટ્રીયકક્ષાના નેતાઓના ગુજરાતના ફેરા વધી ગયા છે.