Gujarat

4 વર્ષમાં ગુજરાતમાં 9679.96 કરોડનું ડ્રગ્સ જપ્ત થયું, ડ્રગ્સ માફિયાઓ સામેની લડાઈ વધુ તેજ થશે: હર્ષ સંઘવી

ગાંધીનગર: અફધાનિસ્તાન તથા ઈરાનના ડ્રસ્સ માફિયાઓની સિન્ડિકેટ ગુજરાતને ટાર્ગેટ કરી રહી છે ત્યારે છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતના સાગરકાંઠેથી કુલ 9679.96 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. ગુજરાતની એટીએસ સરહિતની સ્ટેટ એજન્સીઓ તથા કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓના સંકલનમાં તપાસ એજન્સીઓએ કરેલા 1786 કેસમાં 87605 કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કરીને 2607 જેટલા ડ્રગ્સ માફિયાઓને પકડીને જેલભેગા કર્યા છે.

આજે અમદાવાદમાં ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવીએ કહયું હતું કે ગુજરાત પોલીસની ડ્રગ્સની દાણચોરી તથા હેરફેર સામેની લડાઈ વધુ તેજ બનાવાશે. રાજયની વિવિધ એજન્સીઓ દ્વારા 9679.96 કરોડનું ડ્રગ્સ જપ્ત કરી લેવાયુ છે. ગુજરાત પોલીસને ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક તોડી પાડવામાં સફળતા મળી છે. ડ્રગ્સની હેરફેર બાબતે વિપક્ષ સરકારને બદનામ કરવા ખોટા આક્ષેપો કરે છે હકીકતમાં સરકારે ડ્ર્ગ્સ માફિયાઓ સામે અસરકારક પગલાં લીધા છે. હજુયે આગામી દિવસોમાં વધુ મજબૂત રૂતે આ લડાઈ ચાલુ રહેશે.

હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહિ જંગ છેડી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ સૌથી પહેલા ડ્રગ્સના દુષણને ડામવા આરપારની લડાઈ લડવા ગૃહ વિભાગને નિર્દેશ આપ્યા હતા.સંઘવીએ હાકલ કરી હતી કે, સંતો-મહંતો નેતાઓ-અભિનેતાઓ, સામાજિક અગ્રણીઓ, શિક્ષણવિદો, પત્રકારો સહિત તમામ નાગરિકોએ ‘એક પરિવાર’ બનીને ગુજરાતના યુવાનોને કેફી દ્રવ્યોની ચુંગાલથી દૂર રાખવા સહયોગ આપે. ડ્રગ્સ સામેની આ લડાઈ દાનવ સામે માનવની લડાઈ છે. એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત પોલીસના વડા વિકાસ સહાયે મીડિયા બ્રીફિંગ દરમ્યાન પ્રેઝન્ટેશન રજુ કરતી વખતે કહયું હતું કે રાજ્યમાં 2023ના એક વર્ષમાં વિવિધ પ્રકારના ડ્ર્ગ્સ પૈકી ગાંજાના 18 કેસ થયાં છે, જેમાં 33.68 લાખનો 336.29 કિલો જથ્થો પકડાયો છે. ચરસના છ કેસોમાં 15.52 કરોડનો 31.79 કિલો જથ્થો, એમડીનો 1.56 કરોડનો 1.56 કિલો જથ્થો, ઓપિયમના એક કેસમાં પાંચ લાખનો 1.14 કિલો જથ્થો અને રોમટિરિયલના એક કેસમાં 10.90 લાખનો 10.9 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે 2024માં ગૃહ વિભાગે વિવિધ જગ્યાએ 25 કેસ કરીને 2.49 કરોનો 57.50 કરોડનો જથ્થો પકડ્યો છે.
રાજ્યમાં 2024ના એપ્રિલ અને જૂન દરમ્યાન નારકોટીક્સના કેસોની સંખ્યા 128 થવા જાય છે જેમાં 169 આરોપી પકડાયા છે. પોલીસ વિભાગે આ કેસોમાં કુલ 222.07 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં સૌથી વધુ ડ્રગ્સ પકડાય છે, જે પૈકી જખૌ, ઓખા, પોરબંદર અને પીપાવાવ મુખ્ય છે. મોટાભાગનુંઆ ડ્રગ્સ પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. એ ઉપરાંત અફઘાનિસ્તાન, ઇરાન અને અન્ય દેશોમાંથી પણ ગુજરાતના દરિયાકિનારે લાવવામાં આવે છે.
સહાયે કહયું હતું કે આજે મીડિયાનું મહત્વ વધ્યું છે ત્યારે કેફી દ્રવ્યો સામેની લડાઈમાં લોક સહયોગ મળે તે જરૂરી છે. સાથોસાથ કેફી દ્રવ્યોના દુષણને ડામવા માટે ગ્લોબલ ટ્રેન્ડ પણ ધ્યાનમાં રખાયો છે.

એટીએસના વડા દિપેન ભદ્રને પણ મદ્યદરિયે ડ્રગ્સ પકડવા એટીએસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનની વિગતો આપી હતી. અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલીક તથા સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પણ ડ્રગ્સ પકડવા માટે હાથ ધરાયેલા ઓપરેશનની વિગતો આપી હતી.

  • ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં જપ્ત થયેલા ડ્રગ્સનો ડેટા
  • વર્ષ કેસ આરોપી ડ્ગ્સ (કિલો) રકમ (કરોડ)
  • 2021 465 727 21754.54 2346.25
  • 2022 512 785 32590.85 5338.81
  • 2023 558 742 23499.44 1514.80
  • 2024 251 353 7960.65 480.10
  • કુલ 1786 2607 87605.43 9679.96

વર્ષ ૨૦૨૪ના ક્વાર્ટર ૨ (એપ્રિલ – જૂન, ૨૦૨૪)માં રજીસ્ટર થયેલા ડ્રગ્સ જપ્ત કરવાના કેસોની વિગતો

  • સુરત શહેર: કુલ ૨૧ કેસ, ૫ ક્વોલિટી કેસ, ૩૮ આરોપી અને રૂ. ૧,૮૭,૮૫,૨૮૭નો મુદ્દામાલ જપ્ત
  • અમદાવાદ શહેર: કુલ ૧૩ કેસ, ૨ ક્વોલિટી કેસ, ૧૫ આરોપી અને રૂ. ૪,૭૪,૮૭,૨૦૬નો મુદ્દામાલ જપ્ત
  • પશ્ચિમ વડોદરા શહેર: કુલ ૭ કેસ, ૧ ક્વોલિટી કેસ, ૬ આરોપી અને રૂ. ૮,૦૯,૮૭૦નો મુદ્દામાલ જપ્ત
  • ભરૂચ: કુલ ૭ કેસ, ૩ ક્વોલિટી કેસ, ૮ આરોપી અને રૂ. ૨૭,૫૬,૦૯૫નો મુદ્દામાલ જપ્ત
  • બરોડા શહેર: કુલ ૬ કેસ, ૩ ક્વોલિટી કેસ, ૮ આરોપી અને રૂ. ૩૯,૩૭,૦૫૦નો મુદ્દામાલ જપ્ત
  • કચ્છ પશ્ચિમ: કુલ ૬ કેસ, ૧ ક્વોલિટી કેસ, ૮ આરોપી અને રૂ. ૫,૩૫,૧૦,૭૨૦નો મુદ્દામાલ જપ્ત
  • બનાસકાંઠા: કુલ ૫ કેસ, ૨ ક્વોલિટી કેસ, ૯ આરોપી અને રૂ. ૧,૨૨,૬૬,૬૩૦નો મુદ્દામાલ જપ્ત
  • એટીએસ: કુલ ૪ કેસ, ૪ ક્વોલિટી કેસ, ૨ આરોપી અને રૂ. ૧,૯૦,૫૫,૦૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત
  • જામનગર: કુલ 6 કેસ, ૧૨ આરોપી અને રૂ. ૩,૧૪,૩૦૦નો મુદ્દામાલ જપ્ત
  • રાજકોટ ગ્રામ્ય: કુલ ૫ કેસ, ૫ આરોપી અને રૂ. ૬,૨૦,૫૪૦નો મુદ્દામાલ જપ્ત
  • વલસાડ: કુલ ૪ કેસ, ૧ ક્વોલિટી કેસ, ૪ આરોપી અને રૂ. ૫,૭૭,૦૧૭નો મુદ્દામાલ જપ્ત
  • આણંદ: કુલ ૩ કેસ, ૧ ક્વોલિટી કેસ, ૫ આરોપી અને રૂ. ૨,૮૩,૭૦૦નો મુદ્દામાલ જપ્ત
  • અમદાવાદ પશ્ચિમ: કુલ ૫ કેસ, ૧ ક્વોલિટી કેસ, ૪ આરોપી અને રૂ. ૫,૨૫,૫૯૧નો મુદ્દામાલ જપ્ત
  • કચ્છ પૂર્વ: કુલ ૪ કેસ, ૧ ક્વોલિટી કેસ, ૪ આરોપી અને રૂ. ૪૦,૨૧,૪૮૫નો મુદ્દામાલ જપ્ત
  • સુરત ગ્રામ્ય: કુલ ૨ કેસ, ૨ આરોપી અને રૂ. ૩૨,૬૮૦નો મુદ્દામાલ જપ્ત
  • ગુજરાતના અન્ય હિસ્સાઓ: કુલ ૩૦ કેસ, ૩ કવોલિટી કેસ, ૩૯ આરોપી અને રૂ. ૧૬,૯૩,૦૬,૪૧૮નો મુદ્દામાલ જપ્ત

Most Popular

To Top