ગુજરાત: (Gujarat) રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહયો છે. રાજ્યમાં આજે નવા 247 કેસ નોંધાયા હતા. આજે 270 દર્દીઓ સાજા (Patient Recover) થયા છે. આમ દર્દીઓની સાજા થવાનો દર 97.69 ટકા રહ્યો છે. જ્યારે આજે 11 જિલ્લાઓમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. બીજી તરફ રાજ્યમાં ઘટી રહેલા કોરોનાના કેસને જોતા સરકાર 15 ફેબ્રુઆરી બાદ રાત્રિ કર્ફ્યૂમાં વધુ છૂટછાટ આપી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે. જણાવી દઈએ કે તા.15 ફેબ્રુ. સુધી રાજય સરકાર દ્વ્રારા રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધી કફર્યુ લાદવામાં આવ્યો છે.
રાજ્યમાં કોરોનાના કેસોમાં ઉત્તરોઉત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 49, સુરત મનપામાં 31, વડોદરા મનપામાં 50, રાજકોટ મનપામાં 27, ભાવનગર મનપામાં 1, ગાંધીનગર મનપામાં 4, જામનગર મનપામાં 3 અને જૂનાગઢ મનપામાં 1 કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 7 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 1739 વેન્ટિલેટર ઉપર 26 અને 1713 દર્દીઓ સ્ટેબલ છે.
રવિવારે સુરતમાં નવા 31 પોઝિટિવ દર્દી નોંધાયા હતા તે સાથે જ કુલ આંક 39,927 પર પહોંચ્યો છે. તેમજ રવિવારે પણ શહેરમાં એક પણ મોત નોંધાયું ન હતું. અત્યારસુધીમાં શહેરમાં કુલ 38,880 દર્દીઓ સાજા થયા છે રવિવારે 44 દર્દીઓ સાજા થયા હતા અને રીકવરી રેટ 97. 38 ટકા પર પહોંચ્યો છે.
રાજયમાં કોરોનાનું રસીકરણ તા. 16મી જાન્યુઆરીથી ચાલી રહ્યું છે. જેમાં આજે કુલ 317 કેન્દ્રો પર 6938 લોકોને રસી આપવામાં આવી હતી. જ્યારે અત્યાર સુધીમાં કુલ 7,91,602 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર થઈ હોવાનું જાળવા મળ્યું નથી.
રાત્રિ કર્ફ્યુમાં મળી શકે છે છૂટછાટ
આવતીકાલે તા.15 ફેબ્રુ. સુધી રાજય સરકાર દ્વ્રારા રાત્રી કફર્યુ (Curfew) લંબાવવામાં આવ્યો છે. જો કે હવે આવતીકાલે તેની સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે. રાજયમાં કોરોનાના કેસો ઘટી રહયા છે ત્યારે કફર્યુના સમયમાં થોડીક છૂટછાટ મળે તેવી સંભાવના રહેલી છે. હાલમાં અમદાવાદ(Ahmedabad), રાજકોટ , સુરત (Surat) અને વડોદરામાં રાત્રીના ૧૧થી સવારના ૬ વાગ્યા સુધી કફર્યુ અમલમાં છે , જો કે તેમાં આવતીકાલે છૂટછાટ મળે તેવી સંભાવના છે. અલબત્ત રાત્રી કફર્યુ યથાવત પણ રહી શકે છે.