Gujarat

વાવાઝોડાને પગલે ગુજરાતમાં સ્પે. એકશન પ્લાન ઘડાયો, 2 લાખથી વધુ લોકોનું સ્થળાંતર

ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં વાવાઝોડાને પગલે રાજ્યકક્ષાના કંટ્રોલરૂમ ખાતે સચિવ કક્ષાના અધિકારી તથા તમામ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તથા તેમની ટીમ દ્વારા પ્રભાવિત જિલ્લાઓની પળેપળની સ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. 108-GVKના અધિકારીઓને પણ સતત ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત, જિલ્લાકક્ષાએ કાર્યરત્ કરાયેલા કંટ્રોલરૂમ (Control Room) ખાતે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવાઈ રહ્યો છે. રાજ્યકક્ષાના કંટ્રોલરૂમ ખાતે સેટેલાઇટ ફોન ઉપરાંત હેમ રેડિયો સહિતના વિવિધ સંચારમાધ્યમોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કોઈ વિસ્તારમાં કોમ્યુનિકેશન ખોરવાઈ, તો આ માધ્યમો દ્વારા સ્થાનિક પરિસ્થિતિની વિગતો અને તેના આધારે આવશ્યક પગલાં લઈ શકાય.

રારાજ્ય સરકાર ઝીરો કેઝયુલીટીના સંકલ્પસાથે અસરકારક કામગીરી કરી રહી છે જેના ભાગરૂપે રાજ્યના સંભવિત ૧૮ અસરગ્રસ્તજિલ્લાઓમાંથી બે લાખથી વધુ નાગરિકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે સ્થાનિકવહીવટીતંત્ર દ્વારા ખસેડવામાં આવ્યા છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલીમાહિતી મુજબ જે જિલ્લામાં સ્થળાંતર કરાયુ છે એમાં અમદાવાદ જિલ્લામાં ૧૮૩૯ નાગરિકો, અમરેલીમાં ૧૯,૩૬૮, આણંદમાં ૬૯૪, ભરૂચમાં ૨૮૦૫, ભાવનગરમાં ૨૮,૩૩૪, દેવભૂમિદ્વારકામાં ૧૨,૩૧૯,ગીરસોમનાથમાં ૩૨,૨૫૦, જામનગરમાં ૨૫૧૫, જૂનાગઢમાં ૨૪,૩૧૩, કચ્છમાં ૩૨,૮૦૬, રાજકોટમાં ૬૯૧૫, મોરબીમાં૨૭૬૬, નવસારીમાં ૧૧૧૪, પોરબંદરમાં ૨૫,૧૪૯, સુરતમાં ૧૩૭૨, વલસાડમાં૨૪૧૭, બોટાદમાં ૨૮૯૨ અને ખેડામાં ૫૯૦ મળી કુલ ૨,૦૦,૪૫૮ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગની 531 ટીમ તથા 1471 સ્થળે પાવર બેકઅપની આગોતરી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. એટલુ નહી આ વિસ્તારોમા નાગરિકોને આકસ્મિક સારવાર પૂરી પાડવા માટે 174 આઈસીયુ ઓન વ્હીલ્સ અને 624 જેટલી 108 એબ્યુલન્સ ઉપલબ્ધ કરીને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સંબંધિત જિલ્લાઓમાં કોઈ પણ દર્દીને દવાની અગવડ ઊભી ન થાય, તે માટે દવાનો પૂરતો જથ્થો પણ પહોંચાડી દેવામાં આવ્યો છે. કોવિડની સારવાર લઈ રહેલા દર્દીઓની ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા વધુ ત્રણ દિવસ સુધી ચાલે તેટલો ઓક્સિજનનો પુરવઠો અલાયદો રાખવામાં આવ્યો છે. જ્યારે જરૂરિયાતના સમયે ઑક્સિજનનું સરળતાથી વહન થાય તે માટે ગ્રીન કોરિડોરના રસ્તામાં કોઈ અડચણ ન આવે તે માટે 58 જેટલી વધારાની ટીમ તૈનાત કરવામાં આવી છે.

તૌકતે વાવાઝોડાના (Cyclone) કારણે નુકસાનીની ઘટનાઓને ત્વરિત પહોંચી વળવા-નિકાલ લાવવા રાજ્ય સરકારે સ્પે એકશન પ્લાન ઘડી નાંખ્યો છે. આજે રાત્રે ૮ વાગ્યાની આસપાસ આ વાવાઝોડુ પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેના સાગરકાંઠે ત્રાટકશે. તમામ સરકારી વિભાગો દ્વારા સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓનું 24×7 મોનિટરિંગ કરાઈ રહયુ છે. 17 જિલ્લાનાં 840 ગામડાંમાંથી બે લાખ લોકોને 2045 સલામત આશ્રયસ્થાનો પર સ્થળાંતરિત કરાયા છે. જેમાં સૌથી વધુ પ્રભાવિત પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલી અને ભાવનગરના 1.25 લાખ કરતાં વધારે નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા છે. દરિયામાંથી 19811 માછીમારો પરત બોલાવી લેવાયા છે. જયારે 11 હજારથી વધારે અગરિયાઓને સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે. ગુજરાતની એક પણ બોટ હાલ દરિયામાં રહી નથી. આવશ્યક બચાવના પગલાંની માહિતી મુજબ રાજ્યમાં 668થી વધુ હંગામી બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. જ્યારે 11 હજારથી વધુ હોર્ડિંગ્સ તાત્કાલિક અસરથી ઉતારી લેવામાં આવ્યા છે.

સ્થળાંતર, બચાવ અને રાહતની કામગીરી માટે NDRFની 44 ટુકડીઓ, SDRFની 10 ટુકડીઓ તેમજ સ્થાનિક પોલીસ, હોમગાર્ડ્સ તથા ગ્રામરક્ષકદળ અને ફાયર બ્રિગેડની ટીમોને સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 234 વીજપોલ, 66 વૃક્ષ પડી ગયાં છે, જ્યારે કેટલાંક કાચાં મકાનોને નુકસાન થયું છે. આ સિવાય, છ જેટલા બંધ થઈ ગયેલા રસ્તાઓને પુન: શરૂ કરવામાં આવ્યા છે. વાવાઝોડાના પગલે આવતીકાલ સુધી વલસાડથી દિવ સુધીના વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે. સૌરાષ્ટ્રના ગીરસોમનાથ, જુનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં અત્યંત તેજ ગતિએ પવન ફૂંકાઈ શકે છે, જ્યારે ભરુચ, આણંદ, બોટાદ, ખેડા, મોરબી, દક્ષિણ અમદાવાદ, દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં પણ ભારે પવન ફૂંકાઈ શકે છે.

તમામ સરકારી વિભાગો સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં 24×7 સતત મોનિટરિંગ કરી રહ્યા છે. તે ઉપરાંત, પ્રભાવિત થનારા જિલ્લાઓમાં પ્રભારીમંત્રીઓ દ્વારા પ્રભારી સચિવઓની સાથે પરિસ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરી, જરૂરી સૂચનો કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, આ જિલ્લાઓમાં એડિશનલ ડીજીપી કક્ષાના અધિકારીઓ દ્વારા પણ સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ભારે પવનના કારણે કુલ 629 સ્થળે વીજપુરવઠો ખોરવાયાની ફરિયાદો મળી હતી. જે પૈકી 474 ફરિયાદોનો નિકાલ કરી પુરવઠો પૂર્વવત્ કરી દેવામાં આવ્યો છે. આ પ્રકારની નુકસાનીની ઘટનાઓને ત્વરિત પહોંચી વળવા અને તેનો નિકાલ લાવવા રાજ્ય સરકારે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. રેપિડ રિસ્ટોરેશન રિસ્પોન્સ ટીમ-RRRની રચના કરી આ પ્રકારની ઘટનાઓનો ત્વરિત નિકાલ કરવા સૂચનાઓ અપાઈ છે. આ ટીમમાં 661 વીજ ટુકડીઓ, માર્ગ અને મકાન વિભાગની 287 ટુકડીઓ, વનવિભાગની 276 ટુકડીઓ અને મહેસૂલ વિભાગની 367 ટુકડીઓનો સમાવેશ થાય છે. જ્યારે પશ્ચાદવર્તી અસર માટે 492 ડી-વૉટરિંગ પંપની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

કોવિડ પ્રોટોકોલ પ્રમાણે તમામ વિસ્તારોમાં સ્થળાંતરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે પૂર્ણતાના આરે છે. અત્યાર સુધીમાં સંભવિત અસરગ્રસ્ત 17 જિલ્લાના 840 ગામડાંમાંથી બે લાખ લોકોને અલગ-અલગ 2045 આશ્રયસ્થાનો પર સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ પ્રભાવિત પાંચ જિલ્લા-પોરબંદર, જુનાગઢ, ગિરસોમનાથ, અમરેલી અને ભાવનગર ખાતેથી 1.25 લાખ કરતાં વધારે નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ગુજરાતની એક પણ બોટ હાલ દરિયામાં નથી. દરિયામાંથી 19811 માછીમારો પરત આવી ગયા છે. જ્યારે 11 હજારથી વધારે અગરિયાઓને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

Most Popular

To Top