ગાંધીનગર: ગુજરાત (Gujarat) ફરી કોરોનાની (Corona) ઝપેટમાં આવી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાને લઈ ફરી મહત્વનાં સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીનાં આજે 10 વિદ્યાર્થીઓ (Student) કોરોના સંક્રમિત નોંધાતા ફફડાટ ફેલાયો છે. જો કે આ કેસોની સંખ્યામાં વધારો થશે એવા એંધાણો મળી રહ્યાં છે. જેથી યુનિવર્સિટી (University) તંત્રમાં ફફડાટ ફેલાયો છે આ ઉપરાંત આરોગ્યતંત્ર પણ દોડતું થયું છે. ઘટનાની ગંભીરતાને લઈ સંકમિત થયેલા તમામ વિદ્યાર્થીઓને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જો કે એક તરફ એવી માહિતી પણ મળી રહી છે કે સંક્રમિત થયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે.
મળતી માહિતી મુજબ છેલ્લા ત્રણ દિવસમાં GNLUમાં 500 લોકોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે પણ સાંજ સુધીમાં 250 લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવતાં વધુ 10 જેટલાં વિદ્યાર્થી કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. 10 વિદ્યાર્થીઓ પૈકી 1 છોકરો અને 2 છોકરી સીમટેમેટીક છે. જ્યારે 5 છોકરા અને 8 છોકરીઓ A-સીમટેમેટીક હોવાનું બહાર આવ્યું છે.
ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી 23 છોકરી તેમજ 15 છોકરાઓનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ હોવાની માહિતી મળતા શનિવાર સવારથી જ આરોગ્ય ટીમે 41 જેટલા વિધાર્થીઓનો રિપૉર્ટ પોઝિટિવ આવેલા તે તમામના પુનઃ RTPCR રિપૉર્ટ કરવ્યા હતા. તેમના જીનોમ સિક્વન્સ સેમ્પલ પુના લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય 76 વિધાર્થીઓનાં ટેસ્ટિંગ પણ કરવામાં આવતા વધુ ત્રણ ત્રણ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ હોવાની માહિતી મળી આવી છે. જેમાં એક મહિલા પ્રધ્યાપકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમ પોઝિટિવ કેસોની સંખ્યા 41 પહોંચી હતી.
વિશ્વનાં અનેક દેશોમાં XE વેરિયન્ટનાં પગલે સ્થિતિ ગંભીર બની
તાજેતરમાં ભારતનાં કેટલાક રાજયો માસ્ક ફ્રી જાહેર કરાયા છે. ભારતમાં પણ કોરોનાનાં સંક્રમણની ગતિમાં ઘટાડો નોંધાયો છે. જયારે વૈશ્વિક સ્તરની વાત કરીએ તો ચીન જેવા દેશોમાં કોરોનાને લઈ હાલત ગંભીર બની ગઈ છે. કોરોનાના નવા વેરિયન્ટ કે જે ઓમીક્રોનથી પણ વધુ ચેપી છે એવા XE વેરિયન્ટે હાહાકાર મચી જવા પામ્યો છે. હોસ્પિટલોમાં જગ્યાઓ ખૂટી પડી છે. આ ઉપરાંત ત્યાં કડક લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે.