અમદાવાદ: (Ahmedabad) લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) હિન્દુ ધર્મ કેટલો મહાન અને ઉત્તમ એ અંગે વાત કરી હતી, હિંસક માણસ ક્યારેય હિન્દુ ના હોઈ શકે, શંકરાચાર્યએ પણ કહ્યું કે રાહુલ ગાંધીની વાત સાચી છે. જેથી ભાજપના પેટમાં તેલ રેડાયું અને તેમણે રાહુલ ગાંધીના અડધા વીડિયો ફરતા કર્યા છે. ભાજપે જે કર્યું એ ભગવાન શિવનું અપમાન છે, ખરેખર તો રાહુલ ગાંધીએ શિવજીના દર્શન કરવાની પોતાની વાત કરી હતી અને કહ્યું હતું કે ડરો નહીં અને ડરાવો નહીં. હિંસક માર્ગ હિન્દુનો હોય શકે નહીં. ભાજપ મત માટે હિંસા કરી રહ્યો છે. ભગવાન શ્રીરામે પણ લંકા ચઢાઈ કરી ત્યારે મહાદેવની પૂજા કરી હતી. તેવું પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું.
- હિન્દુ ધર્મ કેટલો મહાન અને ઉત્તમ એ અંગે સાચી વાત કરતા ભાજપના પેટમાં તેલ રેડાયું
- લડાઈ વિચારધારાની હોઈ શકે, કોઈ રાજકીય પાર્ટીની ઓફિસમાં જઈને તોડફોડ કરવી તે ગુજરાતની પરંપરા રહી નથી, ભાજપે ગુજરાતની અસ્મિતાની ખંડન કર્યું છે: કોંગ્રેસ
તેઓએ આ મુદ્દા પર વધુમાં કહ્યું હતુ કે લડાઈ વિચારધારા કે સિધ્ધાંતની હોઈ શકે. કોઇ પાર્ટીની ઓફિસમાં પહોંચી તોડફોડ કરવી તે ગુજરાતની પરંપરા નથી રહી. લડાઈ હંમેશા વિચારધારાની હોય છે. ક્યારેય કોઈ રાજકીય પાર્ટીએ બીજી રાજકીય પાર્ટીની ઓફિસમાં તોડફોડ કરી નથી. ભાજપ આ પ્રકારનું કૃત્ય કરીને ગુજરાતની અસ્મિતાની ખંડન કર્યું છે. કોંગ્રેસ ઓફિસના ચોકીદારની પ્રેગ્નન્ટ દીકરી પર પણ ભાજપના લોકોએ હુમલો કર્યો બપોરની ઘટના બાદ પણ પોલીસે સાંજની ઘટના થવા દીધી. ગોતા-ઘાટલોડિયાના ભાજપના ગ્રુપમાં ૪ વાગ્યે હુમલો કરવાના મેસેજ ફરતા થયા હતા. કોંગ્રેસ કાર્યાલય તરફથી પોલીસને પૂરતો બંદોબસ્ત રાખવા પણ માંગ કરવામાં આવી હતી એલિસબ્રિજ પોલીસ સ્ટેશન અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને આવી ઘટના બનવાની છે તેની કોંગ્રેસ તરફથી જાણ કરાઈ હતી. છતાં પોલીસે ભાજપના ગુંડાઓને મદદ કરવાનું કામ કર્યું છે.
પોલીસને કોંગ્રેસ ઓફિસ દ્વારા હુમલા અંગે આગોતરી જાણ કરવા છતાં પોલીસ પગલાં લીધા નથી: જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી જઈશું
કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કરનાર લોકો વીડિયો વાયરલ કરી રહ્યા છે. વીડિયો વાયરલ થાય બાદ પણ પોલીસ દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી ? પોલીસને કોંગ્રેસ ઓફિસ દ્વારા પહેલા જાણ કરવા છતાં પોલીસે પગલાં લીધા નથી. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, ઉપનેતા શૈલેષ પરમાર, સહિતના વરિષ્ઠ નેતાઓએ પોલીસ જાણ કરવામાં છતાં કાર્યવાહી નથી. મંજૂરી વિના ભાજપના લોકો કોંગ્રેસ ઓફિસ આવ્યા છે. પોલીસે ભાજપના લોકો મદદ કરી છે.
પોલીસ દ્વારા નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે, કોંગ્રેસ અન્યાય સહન નહીં કરે કેમકે તેનો કાર્યકર્તા બબ્બર શેર છે
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અમદાવાદના પોલીસ કમિશ્નરની છાપ સારા અધિકારી તરીકેની છે. પોલીસ અધિકારીઓ દ્વારા કોંગ્રેસના ડીટેન થયેલા નેતાઓના નામ ભાજપને આપ્યા છે. કોઈની પણ પ્રિમાઇસિસમાં વોરન્ટ વગર ઘૂસવાનો પોલીસને અધિકાર નથી, પોલીસને વિનંતી કે ભાજપના રવાળે ના ચડે. જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે એવી માંગ કરે છે. કોંગ્રેસના કાર્યકરો કોઈ ગુન્હેગાર નથી જેથી તેમની સાથે માનવીય વ્યવહાર થવો જોઈએ. પોલીસ અને ભાજપ કોંગ્રેસને નિઃસહાય ના સમજે, કોંગ્રેસ અન્યાય સહન નહીં કરે, કોંગ્રેસનો કાર્યકર બબ્બર શેર છે. પોલીસ અધિકારીઓ સામે જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. જો પોલીસ દ્વારા નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેના જવાબમાં ૬ જુલાઈએ કોંગ્રેસનો કાર્યકર પ્રદેશ કાર્યાલયથી રસ્તા પર ઉતરશે અને જેલભરો સુધીનો કોલ આપવામાં આવશે.