Gujarat

16મી ઓગસ્ટના રોજ સવારે અશોક ગેહલોત સુરત આવશે

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) માટે નીમાયેલા સિનિયર ચૂંટણી નિરીક્ષક અને રાજસ્થાનના મુખ્યમંત્રી (Chief Minister of Rajasthan) અશોક ગેહલોત(Ashok Gehlot) આગામી તા.16થી 18મી ઓગસ્ટ દરમ્યાન ગુજરાતના પ્રવાસે (On trip to Gujarat)આવી રહ્યા છે. ગેહલોત હવે ગુજરાત માટે કોંગ્રેસની ચૂંટણીની રણનીતિને આખરી આપશે.
16મી ઓગસ્ટના રોજ સવારે અશોક ગેહલોત સુરત આવશે
ગહેલોત 16મી ઓગસ્ટના રોજ સવારે અશોક ગેહલોત સુરત ખાતે આવી પહોંચશે. સુરત ખાતે પાર્ટી દ્વારા નીમવામાં આવેલા લોકસભા બેઠક દિઠ નિરીક્ષકો સાથે મહત્વની બેઠક કરીને દક્ષિણ ગુજરાતની કોંગ્રેસની રણનીતિને તૈયાર કરશે. તે પથી ગેહલોત બપોરે રાજકોટ જવા રવાના થશે. રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર – કચ્છના કોંગીના નિરીક્ષકો સાથે મહ્તવની બેઠક યોજીને ચૂંટણઈની તૈયારીની સમીક્ષા કરશે. તા.17મી ઓગસ્ટના રોજ સવારે વડોદરા જવા રવાના થશે. વડોદરામાં મધ્ય – પૂર્વ ગુજરાતના કોંગ્રેસના સિનિયર અગ્રણીઓ સાથે બેઠક યોજીને અમદાવાદ આવી પહોચશે. અમદાવાદમાં ઉત્તર ગુજરાતના પાર્ટીના અગ્રણીઓ સાથે મહત્વની બેઠક યોજીને ચૂંટણીલક્ષી રણનીતિની તૈયારી કરશે.ગેહલોત કોંગ્રેસના ચૂંટણી ઠંઢેરાની જાહેરત કરશે
18મી ઓગસ્ટે સવારે અશોક ગેહલોત કોંગ્રેસના ચૂંટણી ઠંઢેરાની જાહેરત કરશે, આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા જે કન્ફર્મ ટિકીટ છે, તેવા ઉમેદવારોની પહેલી યાદી પણ જાહેર કરી દેવાય તેવી તૈયારી ચાલી રહી છે. ગેહલોતની સાથે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષના નેતા સુખરામ રાઠવા, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા તથા સિદ્ધાર્થ પટેલ સહિતના સિનિયર અગ્રણીઓ પણ જોડાશે.

Most Popular

To Top