ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની સામે આજે ગુજરાત (Gujarat) કોંગીના (Congress) ધારાસભ્યોએ ગેસના બાટલાના વધેલા ભાવો સહિત મોંઘવારી વિરોધી દેખાવો તથા સૂત્રોચ્ચાર કર્યો હતો.ખુદ કોંગ્રેસના વિધાનસભા પક્ષના નેતા અમીત ચાવડા પોતાના ખબે ગેસનો બાટલો લઈને વિધાનસભાની સામે દેખાવોમાં જોડાયા હતા.
વિધાનસભાના પગથિયે દેખાવો દરમ્યાન અમીત ચાવડાએ કહ્યું હતું કે, 2014માં બહુત હુઈ મોંઘવારી કી માર, અબ કી બાર મોદી સરકારની વાતો થઈ હતી. મોદી સરકારે મોંઘવારી ઘટાડવાની વાતો થઈ હતી. 50 પૈસે ડુંગળી અને 2 રૂપિયે બટાકા વેચાય છે. કોંગીની સરકાર વખતે તેલનો ડબ્બો 1000માં મળતો હતો તે હવે 3000 મળી રહયો છે. ગેસનો બાટલો 400 રૂપિયે મળતો હતો તે આજે 1100ના ભાવે મળી રહયો છે. તેમ છતાં ડબલ એન્જીન સરકારના નેતાઓ ચૂપ્પ થઈ ગયા છે. મોંઘવારી ડબલ એન્જીલ સરકારમાં ડબલ થઈ ગઈ છે. અમીત ચાવડાની સાથે સીનીયર કોંગી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિત તમામ 17 ધારાસભ્યો પણ જોડાયા હતા.