ગુજરાત (Gujarat) કોંગ્રેસને (Congress) ભારત જોડો ન્યાયયાત્રા પહેલા બે મોટા ઝટકા લાગ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવડિયાએ (Arjun Modhvadia) ધારાસભ્ય પદ પરથી રાજીનામું ધરી દીધું છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદ પરથી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે. તેમણે કોંગ્રેસના બધા જ હોદ્દોઓ પરથી તેમજ પ્રાથમિક સભ્ય પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે તેઓ ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ પહેલા કોંગ્રેસના નેતા અંબરીશ ડેર પણ રાજીનામુ આપી ચુક્યા છે.
બે દિવસથી કોંગ્રેસી નેતા અંબરીશ ડેરના ભાજપમાં પ્રવેશના સમાચારો વચ્ચે કોંગ્રેસ માટે સોમવારે વધુ એક મોટો સર્જાયો છે. કોંગ્રેસના પોરબંદરના ધારાસભ્ય અને પક્ષના વર્ષોથી વફાદાર નેતા અર્જૂન મોઢવાડિયાએ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો છે. કોંગ્રેસનાં નેતા અંબરીશ ડેર પણ ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
મળતી માહિતી મુજબ પક્ષની કેટલીક બાબતોથી તેઓ લાંબા સમયથી નારાજ હતા. કે.સી. વેણુગોપાલે ગુજરાત બાબતે લીધેલા નિર્ણયો અંગે તેઓને નારાજગી હતી. એવી ચર્ચા ચાલી રહી છે કે વિધાનસભા ચૂંટણી પછી અર્જુન મોઢવાડીયા પક્ષમાં નિષ્ક્રિય હતા, આ બાબતે રાષ્ટ્રીય નેતૃત્વએ તેઓને કારણ પુછ્યું હતું. એવું પણ કહેવાય છે કે રામ મંદિરના મુદ્દે પક્ષના નેતાએ લીધેલા નિર્ણયથી તેઓ નારાજ હતા. વિપક્ષના નેતાની પસંદગી વખતે તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નહોતા તેથી પણ તેઓ નારાજ હોવાનું કહેવાય છે.
બીજી તરફ આ નેતાએ ભાજપમાં જોડાવાનું મન બનાવ્યું હોવાના સમાચાર છે. અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે કોંગ્રેસનાં નેતા તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે ચર્ચા થઈ હોવાનાં સમાચાર પણ ચર્ચામા છે. કોંગ્રેસના અંબરીશ ડેર પણ ભાજપમાં શામેલ થઈ રહ્યા છે. તો બીજી તરફ અર્જુન મોઢવાડિયા પણ ભાજપ જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જણાવી દઈએ કે ચાલુ વિધાનસભાના કોંગ્રેસના 17 ધારાસભ્યોમાંથી અત્યાર સુધીમાં 3 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે. કોંગ્રેસના હવે માત્ર 14 જ ધારાસભ્યો બચ્યા છે.