ગાંધીનગર: (Gandhinagar) દક્ષિણ-પૂર્વીય અરબ સાગર તથા લક્ષદ્વીપની આજુબાજુ એક ચક્રવાતી હવાનું દબાણ બનેલુ છે. આ ઉપરાંત દક્ષિણ-પશ્વિમ તથા ઉત્તર તરફ એક ટ્રફ રેખા પણ સક્રિય છે. ઉત્તર પ્રદેશમાં (UP) પણ એક ચક્રવાતી હવાનું દબાણ સક્રિય છે. ઉત્તરિય હરિયાણા તરફ પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની (Western Disturbance) સિસ્ટમ સક્રિય છે. જેના પગલે તારીક 8 અને 9મી જાન્યુઆરી દરમિયાન રાજયમાં માવઠાની વકી રહેલી છે.
- સક્રિય થયેલી ચાર સિસ્ટમના કારણે ગુજરાતમાં આકરી ઠંડી
- અરબ સાગર અને ઉત્તર પ્રદેશમાં ચક્રવાતી હવાનું દબાણ
- દક્ષિણ પશ્વિમમાં ટ્રફ રેખા અને હરિયાણામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય
આગામી ચારેક દિવસ દરમિયાન ગુજરાતમાં કાતિલ ઠંડી વધવાની ચેતવણી આપવામાં આવી છે. હાલમાં ઉત્તર – ઉત્તર – પૂર્વીય પવન ચાલી રહ્યો છે. જેના પગલે આજે કાતિલ ઠંડી અનુભવાઈ છે. કચ્છ પ્રદેશના નલિયામાં 10 ડિગ્રી ઠંડી અનુભવાઈ હતી. આગામી 8 થી 9મી જાન્યુઆરી દરમિયાન રાજયમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, સુરત, દમણ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં માવઠુ થવાની સંભાવના રહેલી છે.
અમદાવાદના એરપોર્ટ કેમ્પસમાં આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 13 ડિ.સે., ડીસામાં 10 ડિ.સે., ગાંધીનગરમાં 11 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 13 ડિ.સે., વડોદરામાં 13 ડિ.સે., સુરતમાં 17 ડિ.સે., વલસાડ 15 ડિ.સે., ભૂજમાં 12 ડિ.સે., નલિયામાં 10 ડિ.સે., કંડલા પોર્ટ 15 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 12 ડિ.સે., અમરેલીમાં 13 ડિ.સે., ભાવનગરમાં 16 ડિ.સે., રાજકોટમાં 11 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 13 ડિ.સે., કેશોદમાં 11 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.