રાજ્યભરમાં આવતા 48 કલાકમાં ઠંડીમાં (Cold) વધારો નોંધાય તેવી હવામાન ખાતાએ સંભાવના વ્યકત કરી છે. ખાસ કરીને કચ્છ વિસ્તારમાં ઠંડીનું જોર વધશે. મંગળવારે મોટાભાગના શહેરોનું લઘુતમ તાપમાન (Temperature) 12 ડિગ્રીની ઉપર નોંધાયું હતું. રાજ્યમાં સૌથી વધુ ઠંડી ગાંધીનગરમાં 9.0 ડિગ્રી નોંધાવા પામી હતી. હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના (Gujarat) અન્ય શહેરોમાં અમદાવાદમાં 11.0 ડિગ્રી., ડીસામાં 11.5 ડિગ્રી., ગાંધીનગરમાં 9.0 ડિગ્રી., વડોદરામાં 12.0 ડિગ્રી., સુરતમાં 17.5 ડિગ્રી., વલસાડમાં 11.0 ડિગ્રી., અમરેલીમાં 13.6 ડિગ્રી., ભાવનગરમાં 14.6 ડિગ્રી., રાજકોટમાં 15.0 ડિગ્રી., સુન્દ્રનગરમાં 13.8 ડિગ્રી., ભુજમાં 14.4 ડિગ્રી. અને નલિયામાં 10.4 ડિગ્રી. ઠંડી નોંધાવા પામી હતી.
છેલ્લા થોડા દિવસથી લઘુતમ અને મહત્તમ તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ આજથી દક્ષિણ પૂર્વના પવનને કારણે દિવસ દરમિયાન ગરમીમાં વધારો થઈ શકે. જોકે 5 ફેબ્રુઆરી પછી ફરી ઠંડીનું જોર થોડાક દિવસો માટે વધશે તેવી શક્યતા જણાવાઈ રહી છે. હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે પણ કરી હતીૉ કે બે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના કારણે ઉત્તર ભારત,રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં 1થી 11 ફેબ્રુઆરી સુધીમાં વરસાદ થશે. સમગ્ર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ થશે.
બીજી તરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં આગામી બે દિવસ 12થી 14 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન રહેવાની સંભાવના છે. એટલે ગરમીમાં વધારો નોંધાશે. જોકે, 5 ફેબુ્રઆરી બાદ ઠંડીમાં ફરી સાધારણ વધારો થઇ શકે છે. રાજ્યભરમાં આવતા 48 કલાકમાં ઠંડીમાં વધારો નોંધાય તેવી હવામાન ખાતાએ સંભાવના વ્યકત કરી છે. ખાસ કરીને કચ્છ વિસ્તારમાં ઠંડીનું જોર વધે તેવી શક્યતા જણાવાઈ રહી છે. જોકે ફેબ્રુઆરીના શરૂઆતના દિવસોમાં ઠંડી પડ્યા બાદ ઠંડી ધીમે ધીમે વિદાય લેશે અને ત્યારબાદ ગરમીનું જોર શરૂ થશે.
નવસારી વલસાડમાં ગરમીનો અહેસાસ
વલસાડ જિલ્લામાં છેલ્લા એકાદ અઠવાડીયા સુધી ઠંડીના ચમકારા બાદ મંગળવારે થોડી ગરમીના અહેસાસ સાથે પારો ઉચકાયો હતો. મંગળવારે વહેલી સવારે લઘુત્તમ તાપમાન 11 અને મહત્તમ 30.5 રહ્યું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 ટકા નોંધાયું હતું. દિવસ દરમિયાન સમગ્ર જિલ્લામાં થોડી ગરમીનો અહેસાસ લોકોએ અનુભવ્યો હતો. જેને લઈ વલસાડ-વાપીમાં સાંજે લઘુત્તમ તાપમાન 16 અને મહત્તમ 33 ડિગ્રી રહ્યું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 78 ટકા રહેવા પામ્યું હતું.
નવસારી જિલ્લામાં એક જ દિવસમાં પાંચ ડિગ્રીનો લઘુત્તમ તાપમાનમાં વધારો સોમવારે નોંધાયા બાદ મંગળવારે પણ લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થતાં દિવસભર ગરમીનો અહેસાસ થવા માંડ્યો હતો. રવિવારે લઘુત્તમ તાપમાનનો પારો 11 ડિગ્રીએ હતો. પરંતુ એક જ દિવસમાં જાણે હવામાનમાં મોટો ફેરફાર આવી ગયો હોય એમ સોમવારે એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો થયો હતો. એ બાદ મંગળવારે પણ લઘુત્તમ તાપમાનમાં વધુ એક ડિગ્રીનો વધારો થતાં મંગળવારે લઘુત્તમ તાપમાન વધીને 17 ડિગ્રીએ પહોંચ્યું હતું.