Gujarat

મુખ્યમંત્રી કોરોનાગ્રસ્ત હોવા છતાં વોટ આપી શકે એ માટે કરાઇ આ ખાસ વ્યવસ્થા

ગાંધીનગર (Gandhinagar): એકબાજુ દેશમાં છેલ્લા બે દિવસથી કોરોનાના (Corona Virus/ Covid-19) કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સિવાય દેશમાં બ્રાઝિલ અને દ. આફ્રિકામાં જોવા મળેલા કોરોનાના નવા તામની એન્ટ્રી પણ થઇ ચૂકી છે. મહારાષ્ટ્રમાં કોરોના દૈનિક કેસ 5000ને પાર જતા રાજ્ય સરકાર કડક પગલા લઇ રહી છે. એવમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Local Body Polls 2021) સામે આવતા કોરોના જાણે એકાએક ગાયબ થઇ ગયો હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. જાહેર જનતા કરતા પ્રજા અને પ્રજાના હિતોનું રક્ષણ કરવાનું વચન આપનાર રાજકરણીઓ જ કોરોના નિયોમોનો સૌથી વધુ ભંગ કરતા જોવા મળી રહ્યા છે.

એક સમયે તબલીગી જમાતીઓની ટીકા કરતી ગુજરાતી પ્રજા રાજકીય પક્ષો દ્રારા થઇ રહેલી રેલીઓ અને જાહેર સભાઓ સામે અવાજ ઉઠાવવા અસક્ષમ છે. ગુજરાતમાં છેલ્લા ઘણા મહિનાઓથી રાજકીય પક્ષો જે રીતે પ્રચાર કરી રહ્યા છે એ જોઇને લાગે છે કે તેમને કોરોના સાથે કંઇ લેવા દેવા જ નથી. સમાચાર આવ્યા છે કે 14 ફેબ્રુઆરીએ વડોદરામાં ચૂંટણી પ્રચાર કરતા ચક્કર ખાઇને બેહોશ થયેલા CM વિજય રૂપાણી (CM Vijay Rupani) કોરોનાગ્રસ્ત હોવા છતાં આવતીકાલે પોતાનો “અમૂલ્ય” વોટ આપવા PPE કીટ પહેરીને મતદાન કરવા પહોંચશે.

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાલ અમદાવાદના યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અને તેઓ રાકોટથી મતદાન કરવાના છે. માહિતી મળી છે કે મુખ્યમંત્રીને એમ્બ્યુલન્સમાં રાજકોટ લઇ જવાશે જ્યાં તેઓ PPE કીટ પહેરીને મતદાન કરશે. એવુ કહેવાઇ રહ્યુ છે કે આજે સાંજે મુખ્યમંત્રીનો RT-PCR ટેસ્ટ કરાશે જો આ રિપોર્ટ નેગેટિવ આવશે તો પછી તેમને રજા આપી દેવાશે અને તેઓ સામાન્ય લોકોની જેમ મતદાન કરી શકશે. પણ જો આજ સાંજનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવે તો તેમને અલગ એમ્બ્યુલન્સમાં રાજકોટ લઇ જવાશે અને ત્યાં તેઓ મતદાનના છેલ્લા કલાકોમાં PPE કીટ પહેરીને મતદાન કરશે.

આ મતદાનમાં કોરોનાગ્રસ્ત મતદાતાઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાનના અંતિમ કલાકોમાં કોરોનાગ્રસ્ત મતદાતાઓ નિશ્ચિત પ્રોટોકોલ સાથે PPE કીટ પહેરીને મત આપી શકે એવી વ્યવસ્થથા કરવામાં આવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top