ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે સીએમ વિજય રૂપાણીને એક કાર્યક્રમમાં સ્ટેજ પર ચક્કર આવતા તેઓ બેભાન થઈ ગયા હતા. આ પછી તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા મેડિકલ બુલેટિન મુજબ સીએમ રૂપાણીની હાલત સ્થિર છે.
ડો.આર.કે.પટેલે સોમવારે જણાવ્યું હતું કે, ‘વિજયભાઈ હાલ કોઈ પણ ટેકા વિના હોસ્પિટલના રૂમમાં ચાલતા છે, તેમના ઇસીજી, ઇકો, સીટી સ્કેન, ઓક્સિજનનું સ્તર જેવા અહેવાલો સામાન્ય છે, તેમની સ્થિતિ સ્થિર છે, હોસ્પિટલમાં તેઓ 24 કલાક મોનીટરિંગ પર છે. ડિહાઇડ્રેશન, થાક અને ભારે મહેનતને કારણે તેમને ચક્કર આવે છે. નોંધપાત્ર વાત એ છે કે, ગુજરાતમાં આ દિવસોમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. આ અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણી રવિવારે ચૂંટણી પ્રચાર માટે વડોદરાના નિઝામ પુરા પહોંચ્યા હતા, પરંતુ અચાનક તેમને ત્યાં ચક્કર આવી ગયા અને તે મંચ પર પડ્યા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેનું બીપી ઓછું થઈ ગયું હતું.
આ પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીને સરકારી વિમાન દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યા હતા. તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમના તમામ પરીક્ષણો કરાયા હતા. હવે તેમને કોરોના ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. જોકે, ડોક્ટરોનું કહેવું છે કે તેની હાલત સ્થિર છે.