અમદાવાદ : આપણા સૌના જીવનમાં અનેક વખત સારા અને નરસા પ્રસંગો આવતા જ હોય છે અને આવા પ્રસંગોમાંથી જ આપણને અનેક વાર માર્ગદર્શન મળતું હોય છે. શ્રી રામકથા (Ramkatha) જેવા પ્રસંગોથી જીવન ખરેખર શાંતિમય રહે છે અને સારું જીવવાની પ્રેરણા પણ મળે છે. રામમંદિર 2024માં તૈયાર થશે, કેટલાય આંદોલનો પછી રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, તેવું વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે અમદાવાદના (Ahmedabad) નિકોલમાં ચાલી રહેલી રામકથામાં મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું.
આ રામકથાના પંચમ દિવસે એટલે ગુરૂવારે શાસ્ત્રી રાજેન્દ્રપ્રસાદના સ્વમુખેથી ગવાઈ રહેલા શ્રી રામના ગુણગાન સાંભળવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પધાર્યા હતાં. સંસ્થા પ્રમુખ આર.પી.પટેલ સહિતની સમગ્ર ટીમે મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તો વળી પંચમ દિવસે શ્રી રામકથામાં પ્રભુ શ્રી રામ અને સીતામયાના લગ્નની ભવ્ય ઉજવણી કરાઈ હતી.
હું પણ પાયાનો પિલ્લર અભિયાન 40 ધર્મસ્તંભના દાતા જોડાયા
રામકથાના પ્રસંગે વાત કરતા વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી પટેલે જણાવ્યું હતું કે, આ કથા યુવાનોમાં આધ્યાત્મિક ચેતના જાગૃત કરશે. વિશ્વનું સૌથી ઊંચું મા ઉમિયાનું મંદિર બની રહ્યું આ મંદિરમાં હું પણ પાયોનો પિલ્લર અભિયાનમાં જોડાઈ 11 લાખના ધર્મસ્તંભના દાતા બનાવાનો લાભ પ્રાપ્ત કરવો જોઈએ. રામકથામાં પાંચ દિવસમાં 11 અને 15 લાખના 40 ધર્મસ્તંભના દાતા જોડાયા તો વળી 10થી વધુ 25 લાખના દાતા ટ્રસ્ટી બન્યા છે.