ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) દરમ્યાન ભાજપને (BJP) 156 બેઠકો સાથે પ્રચંડ વિજય મળ્યો છે ત્યારે આજે સાંજે સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં કાંકરિયા પહોચીને સંઘની પ્રદેશ નેતાગીરી સાથે મહત્વની બેઠક કરી હતી.
પટેલે આ બેઠકમાં સરકાર આગામી 100 દિવસની અંદર ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો પાળવા માટે જે કામગીરી કરી રહી છે, તે વિશે ચર્ચા કરી હતી. એટલું જ નહીં રાજ્યમાં કોરોનાના દસ્તક વાગી રહ્યા છે ત્યારે સરકાર કેટલાંક અગમચેતીના પગલા પણ લઈ રહી છે, તે વિશે પણ ચર્ચા કરાઈ હતી. સંઘની નેતાગીરીએ વર્તમાન કેટલાંક મુદ્દાઓ પણ ચર્ચા કરી હોવાનું મનાય છે. ગુજરાતની પ્રજાએ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ પર મૂકેલો તૂટશે નહીં, તે વાત પણ મુખ્યમંત્રીએ બેઠકમાં દોહરાવી હતી. અગાઉ વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યું તે વખતે ભાજપના સંગઠ્ઠન મહામંત્રી રત્નાકર તથા તે પછી પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે પણ સંઘની નેતાગીરી સાથે હેડગેવાર ભવન ખાતે મુલાકાત કરીને બેઠક કરી હતી.