Gujarat

અમદાવાદના બોપલમાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં “અમૃત કળશ યાત્રા” યોજાઈ

અમદાવાદ: આઝાદીના અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mahotsav) ઉપક્રમે માટીને નમન, વીરોને વંદનના ઉદ્દેશ સાથે અમદાવાદના (Ahmedabad) બોપલ વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં અમૃત કળશ યાત્રા (Amrit Kalash Yatra) યોજાઈ હતી. વકીલ સાહેબ બ્રિજથી શરૂ થયેલી અમૃત કળશ યાત્રા એક બાદ એક પડાવ પસાર કરતી બોપલની ઇન્ડિયા કોલોનીમાં આવી પહોંચી હતી. જ્યાં સોસાયટીના હોદ્દેદારોએ મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

પીએમ નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવે જન્મભૂમિ અને અમર બલિદાનીઓના સન્માનમાં માટીને નમન-વીરોને વંદન નામનું દેશવ્યાપી અભિયાન શરૂ કરાવ્યું હતું. જેને પગલે સાઉથ બોપલ વિસ્તારની વિવિધ સોસાયટીઓ ચેરમેન તથા અન્ય હોદ્દેદારોએ પોતાના વિસ્તારના ધારાસભ્ય અને મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલને માટી ભરેલા કલાત્મક કળશ અર્પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, દેશના વિવિધ વિભાગોમાંથી આવેલી આ માટી દિલ્હી સ્થિત અમૃત વાટિકામાં પધરાવવામાં આવશે. સાથોસાથ આજના કાર્યક્રમમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં હાજર સૌ નાગરિકોએ પીએમ મોદી દ્વારા સૂચિત પંચ પ્રણ લીધા હતા.

જ્ઞાન સહાયક મુદ્દે ‘આપ’ની દાંડી થી ગાંધી આશ્રમ સુધીની ‘યુવા અધિકાર યાત્રા’ યાત્રાનો પ્રારં
અમદાવાદ: આજથી જ્ઞાન સહાયક મુદ્દે દાંડીથી ગાંધી આશ્રમ સુધી ‘યુવા અધિકાર યાત્રા’નો આમ આદમી પાર્ટી દ્વારા આવતીકાલ તા. 13મી ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. આ યાત્રા 20 ઓક્ટોબર સુધી ચાલશે. આપના સુત્રોના જણાવ્યું પ્રમાણે વર્તમાન સમયમાં ઘણા બધા મુદ્દાઓ સરકાર સામે પડકાર ફેંકી રહ્યા છે. સરકારી ભરતીનો મુદ્દો હોય કે પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો હોય, આ બધામાં સૌથી પેચીદો મુદ્દો છે. જ્ઞાન સહાયકનો મુદ્દો. જ્ઞાન સહાયકના મુદ્દે અવારનવાર સરકારની સામે આંદોલન કરતા આવ્યા છીએ અને ગુજરાતના દરેક યુવાનો વતી યુવરાજસિંહ જાડેજા અને સમગ્ર પાર્ટી પોતાની વાત રજૂ કરતા આવ્યા છીએ.

આ યાત્રામાં મોટી સંખ્યામાં પીડિત યુવાનો જોડાવા જઈ રહ્યા છે. જે રીતે ગાંધીજીની સાથે 78 પ્લસ એક સાથીઓ હતા, તે જ રીતે અમારી યાત્રામાં 78 પ્લસ એક ઉમેદવારો જોડાવા જઈ રહ્યા છે. “જ્ઞાન સહાયકનો કાળો કાયદો રદ કરો અને શિક્ષકોની કાયમી ભરતી કરો તે ઉદ્દેશ સાથે અમે આ ઉંધી દાંડી યાત્રાનું આયોજન કર્યું છે.

Most Popular

To Top