ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં (Gujarat) તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રાજ્યના નાગરિકોના પ્રશ્નો-રજૂઆતોના ટેક્નોલોજીના માધ્યમથી નિવારણ માટે શરૂ કરેલા ‘સ્વાગત’-સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ થ્રુ એપ્લિકેશન ઓફ ટેક્નોલોજીની પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આગળ ધપાવી છે. તદ અનુસાર મુખ્યમંત્રી રાજ્યશાસનનું સેવા દાયિત્વ સતત બીજીવાર સંભાળ્યા બાદના પ્રથમ રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનો-નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળશે. મુખ્યમંત્રી આવતીકાલે ગુરુવારે તા.૨૨ ડિસેમ્બરે બપોરે ૩ કલાકે મુખ્યમંત્રીના જનસંપર્ક કક્ષ, સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે યોજાનારા રાજ્ય ‘સ્વાગત’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
