ગાંધીનગર: ગુજરાત (Gujarat) રાજ્ય સરકારે હોસ્પિટલ અને એમ્બ્યુલન્સને (Ambulance) લઇને એક મોટા નિર્ણયની જાહેરાત કરી છે. રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલ્સ, (Civil Hospital) જી.એમ.ઇ.આર.એસ.ના સુપરિન્ટેન્ડેન્ટ, 33 જિલ્લાના CDHO,CDMO અને 6 ઝોનના RDD સાથે આરોગ્ય મંત્રી (Health Mnister) ઋષિકેશ પટેલ (Rushikesh Patel) દ્વારા આરોગ્ય વિષયક મહત્વના 21 મુદ્દે વિગતવાર ચર્ચા હાથ ધરાઈ હતી.
- આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલ્સ અને GMERSના સુપરિન્ટેન્ડેન્ટ, 33 જિલ્લાના CDHO અને CDMO, 6 ઝોનના RDD સાથે આરોગ્ય વિષયક 21 મહત્વના ગંભીર ચર્ચા થઈ
- રાજ્યની વિવિધ હોસ્પિટલ્સમાં વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને આઉટસોર્સથી ભરવાની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં ટૂંક સમયમાં આ કર્મચારીઓ હોસ્પિટલ્સમાં સેવારત થશે
રાજ્યની કુલ 2300 જેટલી આરોગ્ય સંસ્થાઓમાં સારવાર અર્થે આવતા દર્દીઓને કોઇપણ પ્રકારની હાલાકી ભોગવવી પડે નહી તેમજ દર્દીઓ પ્રત્યે માનવીય અભિગમ અપનાવવા આરોગ્ય મં6ીએ બેઠકમાં તાકીદ કરી હતી. આ બેઠકમાં આરોગ્યમંત્રીએ હોસ્પિટલમાં રખડતા પશુ-પ્રવેશની સમસ્યા સંદર્ભે ઉકેલ લાવવા માટે સૂચના આપી હતી. રાજ્યમાં હાલ 93 જેટલી આરોગ્ય સંસ્થાઓમાં પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન અંતર્ગત હોસ્પિટલ્સમાં હેલ્પ ડેસ્ક, જરૂરિ માહીતિના બેનર, જન જાગૃતિની વિગતો દર્શાવતા પોસ્ટર લગાડવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં વધુમાં વધુ હોસ્પિટલમાં આ કામગીરી હાથ ધરવામાં આવશે. રાજ્યની 1776 જેટલી એમ્બ્યુલન્સને GPS સાથે જોડીને ક્રિટીકલ કેરને વધુ સુદ્રઢ અને અસરકારક બનાવવામાં આવશે. હોસ્પિટલ્સમાં સારવાર અર્થે આવતા દર્દી કે સગાઓને સારવાર સંલગ્ન ઉદભવતી સમસ્યાઓ, હોસ્પિટલ્સમાં માનવબળ સંદર્ભેનો પણ રીવ્યું કરવામાં આવ્યું હતો. આ સમસ્યાના નિરાકરણ માટે પણ વિગતવાર ચર્ચા થઇ હતી.
હોસ્પિટલ્સમાં ઉપલબ્ધ દવાઓના જથ્થા અને તેમાં પડતી મુશકેલીઓ, સાધનોની ઉપલબ્ધતા, ઘટ, ઇન્સ્ટોલેશનનું રીવ્યું જેવા મુદ્દાઓ આ બેઠકમાં ચર્ચાયા હતા. રાજ્યની હોસ્પિટલ્સમાં વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓ ભરવાની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ છે આગામી ખૂબ જ નજીકના દિવસોમાં રાજ્યની હોસ્પિટલ્સમાં આઉટસોર્સ દ્વારા વર્ગ-3 અને 4 નું સંખ્યાબળ ઉપલબ્ધ બનશે, તેમ આરોગ્ય મંત્રીએ બેઠકમાં કહયું હતું. રાજ્યમાં આદિવાસી વિસ્તાર સહિત સમગ્ર રાજ્યમાં સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબો તેમજ જી.પી.એસ.સી. ભરતી પ્રક્રિયાના અંતે પસંદગી પામેલા તબીબોની નિમણૂંક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું પટેલે જણાવ્યું હતું.