Gujarat budget 2026-27 : ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. નાણામંત્રીએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી કનુ દેસાએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ‘વિકસિત ગુજરાત@2047’ના સંકલ્પને સાકાર કરવા અમારી સરકાર કટિબદ્ધ છે. ગુજરાતની સ્થાપનાનાં 75 વર્ષ સને 2035 માં પૂર્ણ થઇ રહ્યાં છે. આ અમૃતકાળના સોનેરી અવસરે વિકસિત ગુજરાત@2047ની વિકાસ યાત્રાને વેગ આપવા ગુજરાત@2035ના રોડમેપ સાથે અમે આગળ વધી રહ્યાં છીએ.
જાણો અપડેટ્સ…
- પ્રધાનમંત્રી આવાસ યોજના માટે બજેટમાં રૂ. 4272 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- સામાજિક નિગમો માટે બજેટમાં રૂ. 896 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- રાજ્યમાં નવી આંગણવાડી માટે રૂ. 360 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- આરોગ્યમાં પ્રધાનમંત્રી આરોગ્ય અને માં અમૃતમ યોજના માટે રૂ. 3472 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- ગાંધીનગરમાં નમો લાઇબ્રેરી સ્થપાશે.
- રૂ. 100 કરોડના ખર્ચે નામો લાઇબ્રેરી બનાવાશે.
- કૌશલ્ય અને રોજગાર મિશન માટે રૂ. 226 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
1.15 pm – Pmjay- ma યોજના માટે ₹૩૪૭૨ કરોડની જોગવાઇ
- ગુણવત્તાયુકત આરોગ્ય સેવાઓ દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાની રાજ્ય સરકારની નેમ
- હાલ ૨ કરોડ ૭૨ લાખથી વધુ લોકો યોજનામાં સમાવિષ્ટ
- જેમાં ૬૮ લાખથી વધુ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો છે
- IVF સારવાર ના વ્યાપમાં વધારો કરાયો
- IKDRC ( કિડની ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ) દ્રારા સુરત, ભાવનગર અને જામનગર ખાતે IVF સારવારની સુવિધા ઉપલબ્ધ કરાશે
1.25 pm – GYAN ના ચાર આધાર સ્તંભો પૈકી એક સ્તંભ એવી નારીશક્તિની ભૂમિકા વિકસિત ગુજરાતના નિર્માણમાં અગત્યની છે.
- મહિલા સશક્તિકરણને આર્થિક સ્વાવલંબન સાથે જોડવાના દૃઢ સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા ‘લખપતિ દીદી’ અભિયાનને વિશેષ પ્રાધાન્ય… ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્વ-રોજગાર પ્રવૃત્તિઓને વિસ્તૃત કરવા, નવા વ્યવસાય શરૂ કરવા અને હાલના વ્યવસાયોને સ્કેલ-અપ કરવા ₹૪૭ કરોડની જોગવાઇ સૂચવું છું….
- સ્વ-સહાય જૂથના વ્યવસાયને વિસ્તારવા અને સ્કેલ-અપ કરવા બેંક લોન પર વ્યાજ સહાય અને પ્રોત્સાહક સહાય આપવા ₹૪૫ કરોડની જોગવાઇ કરું છું.
- ૩ થી ૬ વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા પૂરક પોષણ યોજના અંતર્ગત ₹૯૭૨ કરોડની જોગવાઇ સૂચવું છું.
- નમો લક્ષ્મી યોજનાના અસરકારક અમલીકરણથી ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના શાળા પ્રવેશમાં છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વધારો થયેલ છે. જેના માટે ₹૧૨૫૦ કરોડની જોગવાઇ કરું છું.
- મહિલા પ્રતિનિધિત્વને પ્રોત્સાહિત કરવા રાજ્યની ITIમાં અભ્યાસ કરતી તમામ દિકરીઓ માટે નવી “નમો કૌશલ્ય લક્ષ્મી યોજના” જાહેર કરું છું. જેના માટે ₹૪૦ કરોડની જોગવાઇ સૂચવું છું.
- વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે DBT માધ્યમથી માસિક સહાય મળી રહે તે માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલી છે. જેના માટે ₹૨૮૪૮ કરોડની જોગવાઇ સૂચવું છું.
- રાજ્ય સરકાર દ્વારા ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન, મહિલા પોલીસ સ્ટેશનો અને CCTV નેટવર્ક દ્વારા મહિલાઓની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે.
- રાજ્યના સર્વાંગી વિકાસને ગતિ આપવા તેમજ વિકસિત ગુજરાત@૨૦૪૭ના લક્ષ્યને સાકાર કરવા ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન(GRIT)ની રચના થઇ. GRIT દ્વારા-Infrastructure, Innovation, Individuals અને Institutions – આ ચાર આયામો પર આધારિત લાંબાગાળાનું અને પરિણામલક્ષી વિકાસનું આયોજન થઇ રહ્યું છે.
- રાજ્યમાં સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને કચ્છ એમ ૬ (છ) ક્ષેત્ર માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર, જેનાથી આર્થિક પ્રવૃત્તિઓ, રોજગાર સર્જન અને મૂડી રોકાણને પ્રોત્સાહન મળશે. જેના માટે ₹૨૦૦૦ કરોડની જોગવાઇ કરું છું.
- માનનીય વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને પરિપૂર્ણ કરવા ગુજરાત સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે.
- ૫૦ હજાર કરોડના વિકસિત ગુજરાત ફંડ મારફતે વિકાસ કાર્યોને ગતિ આપવાનો સરકારનો દ્રઢ સંકલ્પ છે. જેના ભાગરૂપે આ વર્ષે વિકસિત ગુજરાત ફંડમાં ₹૧૦ હજાર કરોડની જોગવાઇ કરું છું. વિકસિત ગુજરાત ફંડ હેઠળ રાજ્યના વિકાસ માટે લાંબાગાળાના અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.
- રાજ્યના મહત્વના સ્થળોને જોડતા નમો શક્તિ એકસપ્રેસ વે તેમજ સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેકટ માટે વધુ ₹૩૦૦૦ કરોડની જોગવાઇ કરું છું. આ પ્રોજેકટ સંસ્કૃતિ અને પ્રવાસનનો સંગમ ધરાવતો હાઇવે બની રહેશે.
1.45 pm – સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹૭૦૮૬ કરોડની જોગવાઇ
- આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹૫૪૨૫ કરોડની જોગવાઇ… પી.એમ.યશસ્વી પ્રિ-મેટ્રીક અને પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિકસતી જાતિના અંદાજે ૯ લાખ ૭૫ હજાર વિદ્યાર્થીઓ માટે ₹૬૩૦ કરોડની જોગવાઇ… પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના અને વિકસતી જાતિના અંદાજે ૩૬ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા ₹૬૧૭ કરોડની જોગવાઇ…
- સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ-૯માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગની ૧ લાખ ૫૯ હજાર વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે સાયકલ આપવા ₹૭૩ કરોડની જોગવાઇ… વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વિદેશમાં ચાલતા ઉચ્ચ અભ્યાસ અર્થે ૪ ટકાના દરે વ્યક્તિદીઠ ₹૧૫ લાખ સુધીની લોન આપવા ₹૧૩૫ કરોડની જોગવાઇ…
- દિવ્યાંગજનો માટેની સંત સુરદાસ યોજના તેમજ વિવિધ આર્થિક સહાય યોજના હેઠળ કુલ ₹૨૪૯ કરોડની જોગવાઇ… નિરાધાર બાળકો માટેની પાલક માતા-પિતા યોજના હેઠળ ₹૮૩ કરોડની જોગવાઇ.
2.00 pm – કોને માટે કેટલા કરોડની જોગવાઇ થઇ? જાણો
- આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹૫૪૨૫ કરોડની જોગવાઈ.
- શિક્ષણ વિભાગ માટે કુલ ₹૬૩૧૮૪ કરોડની જોગવાઇ
- શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ₹૨૯૦૨ કરોડની જોગવાઈ
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અંતર્ગત ૯૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવા ₹૪૦૦ કરોડની જોગવાઇ.
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹૨૫૪૦૩ કરોડની જોગવાઈ
- મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹૭૬૯૦ કરોડની જોગવાઇ
- અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ ₹૨૮૫૬ કરોડની જોગવાઇ
- રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ ₹૨૦૦૬ કરોડની જોગવાઇ
- માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹૨૯૭૦૯ કરોડની જોગવાઇ
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹૩૩૫૦૪ કરોડની જોગવાઇ
- પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ₹૧૪૮૫૮ કરોડની જોગવાઇ
- નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ ₹૨૫૯૬૦ કરોડની જોગવાઇ….. જળસંપત્તિ પ્રભાગ માટે ₹૧૩૯૪૪ કરોડની જોગવાઇ
2.20 pm – કોને માટે કેટલા કરોડની જોગવાઇ થઈ? જાણો
- બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ₹૪૩૧૪ કરોડની જોગવાઈ
- વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹૨૬૩૪ કરોડની જોગવાઈ
- ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ₹૧૩૯૪૨ કરોડની જોગવાઈ
- કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹૨૪૦૨૨ કરોડની જોગવાઈ
- સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ₹૨૯૧૦ કરોડની જોગવાઈ
- મહેસૂલ વિભાગ માટે કુલ ₹૫૫૫૨ કરોડની જોગવાઈ
2.30 PM – કોને માટે કેટલા કરોડની જોગવાઈ થઈ? જાણો
- ગૃહ વિભાગ માટે કુલ ₹૧૪૨૬૫ કરોડની જોગવાઈ
- કાયદા વિભાગ માટે કુલ ₹૨૭૦૨ કરોડની જોગવાઈ
- માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ ₹૪૫૨ કરોડની જોગવાઈ
- ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹૪૮૪૨ કરોડની જોગવાઈ
- વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹૩૫૬૦ કરોડની જોગવાઈ
- ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ ₹૪૨૯ કરોડની જોગવાઈ
- ઈલેકટ્રિક બેટરીથી ચાલતા વાહનો પર 1 ટકા વેરો યથાવત રહયો, 210 કરોડની રાહત અપાઈ ,એકંદર પુરાંત 974 કરોડ રહી