ગાંધીનગર : આગામી તા.19 અને 20મી ડિસેમ્બરના રોજ વિધાનસભાનું બે દિવસીય સત્ર મળી રહ્યું છે. આ સત્ર પહેલાં વડોદરાના (Vadodra) સતત 8મી ટર્મ માટે વિજયી બનેલા યોગેશ પટેલને ભાજપની (BJP) નેતાગીરીએ પ્રોટેમ સ્પીકર બનાવવાનો નિર્ણય લીધો છે. હવે નવા ચૂંટાયેલા ભાજપ, કોંગી, આપ તથા અપક્ષ સભ્યોને યોગેશ પટેલ શપથ લેવડાવશે. બીજા દિવસે વિધાનસભાના અધ્યક્ષની વરણી કરાશે. પાર્ટી નેતાગીરીએ આ પદ માટે કોઈ નામ નક્કી કર્યુ નથી. આ મુદ્દે વિચારણા ચાલી રહી છે. ભાજપને 156, કોંગીને 17, આપને 5, 1 સપા તથા 3 અપક્ષો ચૂંટાઈને આવ્યાં છે.
