Gujarat

પાટીલની 26 બેઠકો જીતવાની રણનીતિને અમીત ચાવડાનો જનમંચ આંદોલન દ્વારા પડકાર

ગાંધીનગર : ગુજરાતમાંથી (Gujarat) આગામી લોકસભાની ચૂંટણીના (Election) પગલે હવે ભાજપ (BJP) તથા કોંગ્રેસની (Congress) નેતાગીરીએ કમર કસી છે. બંને રાજકીય હરીફો હવે પોતાની રણનીતિ બનાવી લોકોની વચ્ચે જઈ રહ્યાં છે. જો કે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે રાજયમાં 26માંથી 26 બેઠકો પર વિજય મેળવવા માટે રણનીતિ બનાવી છે. એટલું જ નહીં તમામ 26 બેઠકો પર ભાજપના ઉમેદવારોની પાંચ લાખ કરતાં વધુ સરસાઈ આવે તેવી રણનીતિ પર કામ કરી રહ્યાં છે.

26 બેઠકો પર વિજય મેળવવાની રણનીતિ અમલમાં મૂકવા આગામી તા.30મી મેથી ભાજપ દ્વારા ગુજરાતમાં 30મી જૂન સુધી મહાજનસંપર્ક અભિયાન શરૂ કરાશે, જેમાં ભાજપની નેતાગીરી દ્વારા કેન્દ્રમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરાકરનું રિપોર્ટ કાર્ડ પ્રજા સમક્ષ રજુ કરાશે. આ અભિયાનમાં દાદા સહિત ગુજરાત તથા કેન્દ્રના નેતાઓ જોડાશે.
પાટીલની 26માંથી 26 બેઠકો પર વિજય મેળવવાની રણનીતિ સામે હવે ગુજરાત કોંગ્રેસે પણ વળતો રાજકીય જવાબ આપવાની રણનીતિ અપનાવી છે. ખાસ કરીને કોંગીના વિધાનસભા પક્ષના નેતા અમીત ચાવડા દ્વારા રાજયભરમાં જનમંચ આંદોલનનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જેમાં ખાસ કર્ણાટકની ચૂંટણીમાં ભાજપના પરાજય બાદ હવે ગુજરાત કોંગ્રેસ પ્રજાની વચ્ચે જ રહેવુ એટલું જ નહીં, જનમંચ આંદોલનના કાર્યક્રમ દ્વારા પ્રજાના પ્રાણ પ્રશ્નો સાંભળવા સભાઓ યોજી રહ્યાં છે.

રાજયમાં યલ્લો તથા ઓરેન્જ એલર્ટ ચાલી રહ્યું છે. એવામાં કોંગીના કાર્યક્રમોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. અમીત ચાવડાએ કહયું છે કે પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓને જાહેર સભાથી લઈને વિધાનસભા સુધી લઈ જશે. 21 મી સુધીમાં રાજયમાં આઠ જિલ્લાઓમાં આંદોલનના કાર્યક્રમમોનું આયોજન પૂર્ણ કરી દીધુ છે.

Most Popular

To Top