SURAT

ગુજરાતમાં ભાજપને મળેલી 156 બેઠકનો શ્રેય મોદીએ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને આપ્યો

સુરત: ગુજરાતમાં (Gujarat) ભાજપને (BJP) મળેલી ભવ્ય જીત માટે મોદીને સત્કારવા માટે દિલ્હી (Delhi) ખાતે મળેલી ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ગુજરાતની જીતનો શ્રેય નરેન્દ્ર મોદીએ ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલને આપ્યો હતો. મોદીએ કહ્યું હતું કે, જીતનો શ્રેય મને નહીં પરંતુ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને આપો. સીઆર પાટીલે ક્યારેય સ્ટેજ પર બેસીને ફોટા પડાવ્યા નથી. પરંતુ સ્ટેજની પાછળ રહીને કામ કર્યું છે. સીઆર પાટીલે જે રીતે સંગઠનને મજબૂત કર્યુ અને કાર્યકરોને દોડતા કર્યા તેને કારણે ગુજરાતમાં મોટી જીત મળી છે. મોદીએ જીત માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને સાથે સાથે ગુજરાત ભાજપના કાર્યકરોને પણ જીત માટે જવાબદાર ગણાવ્યા હતા.

  • દિલ્હીમાં ભાજપની સંસદીય દળની બેઠકમાં ભાજપની ગુજરાતમાં ભવ્ય જીત અંગે મોદીને સત્કારવાનો કાર્યક્રમ રખાયો હતો
  • સીઆર પાટીલે ક્યારેય સ્ટેજ પર બેસીને ફોટા પડાવ્યા નથી, હંમેશા સ્ટેજની પાછળ રહીને કામ કર્યું છે: મોદી

મોદીએ એવું પણ કહ્યું હતું કે, જો પાર્ટીનું સંગઠન મજબુત હોય તો કેટલી મોટી જીત મળી શકે છે તે ગુજરાત ભાજપના સંગઠને બતાવ્યું છે. સીઆર પાટીલે પોતાના લોકસભા વિસ્તારમાં ઘરઘર ફરવાની સાથે બુથ લેવલનું માઈક્રોમેનેજમેન્ટ કરીને 2019માં સાત લાખ મતથી જીત મેળવી હતી. આ જ મોડેલ સીઆર પાટીલે ગુજરાત રાજ્યમાં પણ અપનાવ્યું અને તેને કારણે પાર્ટીનો વોટશેર વધ્યો છે. સાથે સાથે વિપક્ષી મતો પણ કપાઈ ગયા છે અને તેને કારણે મોટી જીત મળી છે. ભાજપ લોકો સુધી પોતાની વાત પહોંચાડવામાં સફળ રહ્યું છે. મોદીએ આપેલા શ્રેય અંગે સીઆર પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓએ જે રીતે કામ કર્યું તેને કારણે ભાજપની મોટી જીત થઈ છે. મોદીએ ગુજરાત ભાજપના કાર્યકરોને શ્રેય આપીને તેમને પણ આભારી કર્યા છે.

Most Popular

To Top