ગુજરાત પ્રદેશ ભારતીય જાનતા પાર્ટી દ્વારા હાલ આવનાર ચૂંટણીઓ માટે તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જેમાં વિવિધ હોદ્દાઓને લઇ નિમણુંક કરવાની એક ઋતુ ચાલી આવી છે. જેમાં વધુ એક લિસ્ટ બહાર પાડવામાં આવી છે. અને આ લિસ્ટમાં ઘણા નવા ચહેરાઓ પણ સમાવિષ્ટ થયા છે.
કમલમ ખાતે બેઠક બાદ લેવાયેલ નિર્ણયમાં વધુ એક યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં પદાધિકારીઓના નામ સાથે તેમની જવાબદારી ઓન દર્શાવવામાં આવી છે. જેમાં ઉપ પ્રદેશ પ્રમુખ અને મીડિયા-સોસ્યલ મીડિયા કન્વીનર જાહેર કરાયા છે.
સુરતના પૂર્વ કલેકટર સહિતના નામોની જાહેરાત
આ યાદીમાં ઉપ પ્રદેશ પ્રમુખ સ્થાન પર પ્રથમ ભરતભાઈ બોઘરાનું છે, ત્યાર બાદ સુરતમાં વર્ષ 2016 થી 2018 સુધી સુરતના જિલ્લા કલેકટર તરીકે સેવામાં રહી ચૂકેલા મહેન્દ્ર એસ.પટેલને પણ ઉપ પ્રદેશ પ્રમુખ તરીકે નમણૂક કરવામાં આવી છે. પ્રદેશ મંત્રી જયાબેન લીલાધર દેશાઇ અને પ્રવક્તા યમલ વ્યાસને મેદાનમાં ઉતારાયા છે. ત્યારે મીડિયા પ્રભારી યજ્ઞેશ દવે અને સહ પ્રભારી તરીકે કિશોર મકવાણાને વીજાણુ માધ્યમો સાથે સંપર્ક રાખવા માટે પસંદ કરાયા છે.
ડિજિટલ ઇન્ડિયાનું સૂત્ર આપતી સરકારમાં વધુ એક કાર્યભાર
ડિજિટલ ઇન્ડિયાનું સૂત્ર આપનાર મોદી સરકાર હવે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પણ શક્રિય છે, અને મોટા ભાગની જાહેરાતો ટ્વીટર ફેસબુક સહિતના માધ્યમો થાકી કરતી હોય છે, ત્યારે આઈ.ટી કન્વીનર તરીકે નિખિલ પટેલ સાથે જ સોસ્યલ મીડિયા કન્વીનર સિદ્ધાર્થ પટેલ અને સહ કન્વીનર મનન દાણી ઉપર સોસ્યલ મીડિયા પર ચાલતા પ્રચાર પ્રસાર અને પ્રતિક્રિયા માટે અંકુશ સહિતની કામગીરી સંભાળશે.