Gujarat

થરાદમાં પ્રચાર દરમ્યાન અમીત શાહે કરેલી વાત સાચી ઠરી, શંકર ચૌધરીને અધ્યક્ષ બનાવ્યા

ગાંધીનગર: ઉત્તર ગુજરાતમાં રાજકીય સમીકરણો બદલાયા છે એટલું જ નહીં, ભાજપની (BJP) તરફેણમાં બદલાયેલા વાતાવરણના પગલે ભાજપની નેતાગીરીએ છેવટે શંકર ચૌધરીને હવે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાવાયા છે.

વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન થરાદ ખાતે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહે કહ્યું હતું કે, તમે શંકર ચૌધરીને ધારાસભ્ય બનાવો, અમે તેમને મોટું સ્થાન આપીશું. આજે હવે અમીત શાહના શબ્દો સાચા ઠર્યા છે. શંકર ચૌધરી ઉત્તર ગુજરાતમાં સહકરા ક્ષેત્રના મોટા કદના નેતા ગણાય છે. ભાજપના હાઈકમાન્ડે શંકર ચૌધરી ઉપરાંત હવે જેઠા ભરવાડને પણ ઉપાધ્યક્ષની જવાબદારી આપી છે. ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમુદાય નિર્ણાયક સ્થિતિમાં છે. આ ઉપરાંત એવી પણ ચર્ચા છે કે લોકસભાની ચૂંટણીને જોતાં ઉત્તર ગુજરાતમાં ઓબીસી વોટબેંકને ધ્યાનમાં રાખીને પણ શંકર ચૌધરીની પસંદગી કરાઈ છે.

Most Popular

To Top