ગુજરાત : ગુજરાતમાં ‘બિપોરજોય’ (Biporjoy) વાવાઝોડુ (Cyclone) રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. જેના કારણે રાજસ્થાન અને દિલ્હીમાં વરસાદ શરૂ થયો છે. ગુજરાતના (Gujarat) દરિયાકાંઠે ‘બિપરજોય’ વાવાઝોડું ટકરાયા બાદ દરિયાકાઠાનાં વિસ્તારોમાં ભારે નુકસાની પહોંચાડી હતી. હાલ ભાવનગરમાં (Bhavnagar) ભારે પવન ફુકાઈ રહ્યો છે. ભાવનગરમાં ભારે પવન ફૂકાવાના કારણે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે ધોધા-હજીરા રો-રો ફેરીની (Dhodha-Hajira Ro-Ro Ferry) સર્વિસ (Service) બંધ કરવામાં આવી હતી. ત્યારે હજી વધુ બે દિવસ આ ધોધા-હજીરા રો-રો ફેરી સર્વીસ બંધ રેહશે.
બિપોરજોય વાવાઝોડાના કારણે ઘોઘા-હજીરા રો-રો ફેરી બંઘ કરવામાં આવી હતી. જે આજ રોજ એટલે કે 16 જુન સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ પરિસ્થિતિ ગંભીર લાગતા રો-રો ફેરી હજી વધુ બે દિવસ બંધ રહશે. એટલે કે હજી બે દિવસ સુધી લોકો રો-રો ફેરી સર્વિસનો લાભ લઈ શકશે નહી. આ રો-રો ફેરી ફરી ક્યારે શરૂ કરવામાં આવશે તેની માહિતી આપવામાંં આવી નથી. પરંતુ વહીવટી તંત્ર દ્વારા આગામી સ્થિતીને ઘ્યાનમાં રાખીને શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે.
અંબાજી-પાવાગઢમાં રોપ-વે બંધ કરવામાં અવ્યો હતો
વાવાઝોડાના કારણે અંબાજી અને પાવગઢમાં ચાલતી રોપ-વે સેવા બંધ કરવામાં આવી હતી. ભક્તોને પગથીયા ચડ્યા વગર દર્શન કરી શકે તે માટે અંબાજી અને પાવગઢમાં રોપ-વે સુવિધા શરૂ કરવામાં આવી હતી. પરંતુ વાવાઝોડાના કારણે આ સુવિધા બંધ કરવામાં આવી છે. ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં લઈ મંદિરના ટ્રસ્ટ દ્વારા રોપ-વે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
વાવાઝોડું વીતી ગયા બાદ અસલી પરિસ્થિતિ સામે આવી
વાવાઝોડું વીતી ગયા બાદ અસલી પરિસ્થિતિ સામે આવી રહી છે. આ કુદરતી આફતને કારણે અનેક લોકોને પોતાના ઘર છોડીને શેલ્ટર હોમમા શિફ્ટ થવુ પડ્યું હતું. ભારે વરસાદને કારણે કેટલાક કાચા મકાનો પાણીમાં વહી ગયા છે. વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં ભારે આર્થિક નુકશાન થયું છે. કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં વાવાઝોડાના પરિણામે 1137 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે જેના કારણે અંતરિયાળ અને મુખ્યમાર્ગો મળીને 263 રસ્તાઓ બંધ થયા હતા. ભારે પવનના કારણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં 5120 જેટલા વીજ થાંભલાઓ પડી જતા 4600થી વધુ ગામમાં વીજળી ઠપ્પ થઈ હતી જેમાંથી 3560 જેટલા ગામોમાં વીજળી પુનઃ સ્થાપિત કરવામાં આવી છે. PGVCLની ટીમો દ્વારા ચાલુ વરસાદે પણ ગામોમાં વીજળી ચાલુ કરવા માટે સતત કામ કરાઈ રહી છે.