ભરૂચ: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લગભગ 40 દિવસ બાદ પોલીસ સમક્ષ સરન્ડર થયા હતા. જેના બીજા દિવસે 15મી ડિસેમ્બરે ડેડીયાપાડા કોર્ટમાં રજૂ કરવામાં આવતા બંને પક્ષે વકીલોએ દલીલો કરવામાં આવી હતી. પોલીસે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. તેની સામે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ ગુરૂવારે હાજર થયા હતા.બીજા દિવસે શુક્રવારે ડેડીયાપાડા કોર્ટમાં ધારાસભ્યને રજુ કર્યા હતા.એ વખતે કોર્ટમાં સરકારી વકીલે વધુ માહિતી માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. તેમની આ દલીલ સામે ધારાસભ્ય ચૈતર વસાવાની તરફેણમાં વકીલ તરીકે ગોપાલ ઈટાલીયાએ એવી દલીલ કરી હતી કે આ કેસ ખોટો છે.
જો કેસ સાચો હોય તો હવામાં ફાયરીંગ કરીને પૈસા લીધા હોય તો એના પુરાવા આપો.વધુમાં દલીલમાં ઈટાલીયાએ કહ્યું કે જો કેસ સાચો હોય તો આટલી મોડી FIR કેમ કરી.બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ૩ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.જો કે ધારાસભ્યને કોઈપણ તકલીફ ન પડે એવા સૂચન સાથે 18મી ડીસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કયા છે.
પોલીસ સમક્ષ સરન્ડર થતા પહેલા MLA ચૈતર વસાવાએ તેમના સમર્થકો સહીત મીડિયા પર્સનને જણાવ્યું હતું કે હું સામેથી સરન્ડર થવા આવ્યું છું.બધા મિત્રોને કહેવા માંગું છું કે હું અને મારો પરિવાર નવયુવાનો, આદિવાસી સમાજ,શિક્ષિતો અને પીડિતોને ન્યાય અપાવવા માટે અંતિમ શ્વાસ સુધી લડતો રહીશ.આ કપરા સમયમાં મને સાથ અને સહકાર આપવા બદલ હું આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના તમામ આગેવાનોનો પણ આભાર માનું છે.
બંધારણથી ચાલતી દેશની ન્યાયપ્રણાલી આ સંદર્ભે ન્યાય આપશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. ફરાર રહેલા ધારાસભ્ય ૧ મહિનો અને ૯ દિવસ પોલીસ વિભાગે ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.જો કે ગુરુવારે મોટી સંખ્યામાં ટેકેદારો અને સમર્થકો ડેડીયાપાડામાં ઉમટી પડ્યા હતા.