Gujarat

ભારે વરસાદે બનાસકાંઠામાં મચાવી તબાહી, રેલવે ટ્રેક ધોવાયા, 15થી વધુ પશુઓના મોત

બનાસકાંઠા : ગુજરાતના (Gujarat) 100થી પણ વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક ગામડાઓ મુશ્કેલીમાં મુકાયા હતા. બનાસકાંઠાના (Banaskantha) ધાનેરા (Dhanera) તાલુકાના જડિયા (Jadeia) ગામમાં ઉપરવાસમાં પાણી ભરાઈ જવાના કારણે પાણી ગામની અંદર આવી ગયું હતું. જેમાં અનેક મકાનો પડી ગયા હતા. સાથે કેટલાક તબેલાઓ પણ તુટી ગયા હતા. તબેલા તૂટવાના કારણે 15થી વધુ પશુઓના મોત થયા હતા. સાથે ગામમાં આવેલી ગૌશાળા અને સરકારી હોસ્પિટલની દીવાલો પણ ધરાશાય થઈ હતી. ગામમાં પાણી ભરાઈ જતા રોગચાળો ફેલાવાનો ભય ઉભો થયો છે.

ધાનેરાની સાથે થરાદ તાલુકામાં પણ વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. થરાદના પાવડાસણા અને ડુવા ગામને જોડતા માર્ગ પર રેલી નદીનું પાણી ફરી વળતા બંને ગામો વચ્ચેનો સંપર્ક તુટી ગયો હતો. આ સાથે પાવડસણા ગામના 12થી વધુ પરીવારોને વરસાદના કારણે સ્થાળાંતર કરાવું પડ્યું. જો કે વહીવટી વિભાગ દ્વારા લોકોની મદદ માટે NDRFના 25 જવાનો ગામમા પહોચ્યા હતા. ધાનેરાના તાલુકાના આલવાડા ગમા આવેલી વહેણમાં બે વાહન અને 8 લોકો ફસાયા હતા. જેમાં એક ઈકો ગાડીમાં 4 લોકો અને બોલેરો ડીમાં 4 લોકો ફસાયા હતા. જેની જાણ NDRFની ટીમને જતા મદદ માટે પહોચી હતી જેમાં 7 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ ઈકો ગાડીના ડ્રાઈવરની લાશ મળી હતી.

ભારે વરસાદ પડવાના કારણે રેલ સેવા બંધ
ધાનેરા તાલુકામાં ભારે વરસાદ પડવાના કારણે રેલ સેવા પર પણ તેની અસર પડી હતી. ધાનેરા તાલુકાના મોટી ડુગડોલ નજીક વધુ વરસાદના કરણે રેલવેના પાટા ધોવાઈ ગયા હતા. જેના પગલે રેલ સેવા બંધ કરવામાં આવી હતી. ઘાનેરા તાલુકાના જડિયામ, ચારડા સહિતના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસતા ભારે નુકસાની થઈ હતી. જિલ્લા પોલીસ અધિક્ષકની સાથે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ધાનેરા આવી પહોંચ્યા હતા.

અમીરગઢમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ નોધાયો
બનાસકાંઠાના અમીરગઢમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ નોધાયો છે. બનાસકાંઠાના અમીરગઢમાં 8 ઈંચ, પાલનપુરમાં 6 ઈંચ, દાંતીવાડામાં 6 ઈંચ, ડીસામાં 5.5 ઈંચ તેમજ દિયાદરમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસતા નદીઓ બે કાઠે વહેવા લાગી હતી. બનાસકાંઠાની બનાસ નદીમાં નવા નીર આવ્યા હાતા. બનાસ નદીમાં નવા નીર આવતા ખેડુતીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Most Popular

To Top