Vadodara

ગુજરાત પ્રાણીક્રૂરતા નિવારણ સંસ્થા દ્વારા ઘરોમાં કેદ વન્યજીવોને મુક્ત કરવા ઝુંબેશ

વડોદરા: વડોદરા શહેરની ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાએ શહેર ફોરેસ્ટ વિભાગ અને પોલીસને સાથે રાખીને વડોદરા શહેર, ગ્રામ્ય તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી લોકોના ઘરોમાં પાંજરામાં કેદ કરાયેલા 73 જેટલા વન્યજીવોને મુક્ત કરાવ્યા હતા. ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા ના સંચાલક રાજ ભાવસાર અને તેમની ટીમ દ્વારા ઘરમાં ગોંધી રખાયેલા અને પાંજરામાં કેદ કરાયેલા વન્ય જીવોને મુક્ત કરાવવા માટે અભિયાન હાથ ધર્યું હતું.

જેમાં તેઓએ છેલ્લા એક મહિનામાં 73 જેટલા વન્યજીવોને મુક્ત કરાવવામાં આવ્યા છે.આ અંગે માહિતી આપતા ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાના સંચાલક રાજ ભાવસારે ગુજરાત મિત્ર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી અમારી ઝુંબેશ હતી કે જે લોકો પોતાના ઘરોમાં વન્યજીવ રાખે છે એમને સમજાવીને છોડાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને જો ના છોડે તો તેની સામે પોલીસ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખી કાર્યવાહી કરી વન્ય જીવોને મુક્ત કરાવીએ છે.

છેલ્લા દોઢેક મહિનામાં વડોદરા શહેર અને ગુજરાતના અનેક જીલ્લાઓમાં 73 જેટલા વન્યજીવો જેમાં જુદા-જુદા પોપટ ,પહાડી સુડો તેમજ કાચબા સહિતના વન્ય જીવોને પોલીસ અને ફોરેસ્ટ વિભાગને સાથે રાખીને મુક્ત કરવામાં આવ્યા છે.અમારી વિનંતી છે કે જો તમારી આજુબાજુ પણ કે તમારી પાસે આવા કોઈપણ વન્યજીવ રાખવામાં આવ્યા હોય તો ફોરેસ્ટ વિભાગ અથવા અમારી સંસ્થાનો સંપર્ક કરી શકો છો અને આ વન્ય જીવોને મુક્ત કરાવી શકો છો.

Most Popular

To Top