ગુજરાતમાં અહીં બનાવવમાં આવી રહ્યો છે દારૂ

મોરબી: ગુજરાતમાં (Gujarat) દારૂ પર પ્રતિબંધ (Banned) હોવા છતા અવારનવાર દારૂના બુટલેગરો ઝડપાતા હોય છે. તેમાં આજે તો ગુજરાતમાં દારૂની ફેક્ટરી (Alcohol factory) ચાલતી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે. મારબીના (Morbi) જૂના ઘૂટું રોડ ઉપર આવેલ ભગવતી સેલ્સ એજન્સીની નામે દુકાનમાં દેશીદારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ગોળ હોવાની બાતમી મળી હતી. તેના આધારે LBCની ટીમે દુકાનમાં રેડ કરી હતી. ત્યાર પછી આસપાસની ત્રણ દુકાનોમાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો અખાધ્ય ગોળ ભરેલા ૧૨૭૦ ડબ્બા મળી આવ્યા હતા. જે હાલ એલસીબીની ટીમે પોતાના કબજે કર્યા હતા. ઉપરાંત દેશી દારૂનો ૩,૧૭,૫૦૦ નો મુદામાલ પણ કબજે કર્યુ છે. તેમજ એક ઇસમની ધરપકડ પણ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ જુના ઘૂટું રોડ વિસ્તારમાં આવેલી ભગવતી સેલ્સ એજન્સીના માલિક ગોવિંદભાઇ વિરામભાઇ ગઢવી છે. એલસીબીની ટીમને એવી માહિતી મળી હતી કે આ દુકાનમાં દેશીદારૂ બનાવવા માટે વપરાતો અખાધ્ય ગોળ છે. આ બાતમીને આધારે રેડ કરવામાં આવી હતા ત્યારે દુકાનમાં ભગીરથસિંહ સાહેબસિંહ જાડેજા નામનો વ્યક્તિ હજર હતો. તેની દુકાનમાંથી ગેરકાનૂની રીતે 150 કિલો અખાદ્ય ગોળ પણ મળી આવ્યો હતો, આટલો મોટો જથ્થો મળતા પોલીસ પણ ચકિત થઇ ગઇ હતી.

આ એક દુકાન સિવાય અન્ય આસાપાસની દુકાનોમાંથી પણ ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ અખાદ્ય ગોળ મળી આવ્યો છે. તેમજ શિવશકિત ચેમ્બરના ગોડાઉનમાંથી અખાદ્ય ગોળના ૪૫૦ અને સ્વાગત ચેમ્બરના ગોડાઉનમાંથી અખાદ્ય ગોળના ૬૭૦ ડબ્બા આમ કુલ ૧૨૭૦ ડબ્બા અખાદ્ય ગોળ મળી આવ્યુ છે. જેથી સ્થાનિક પોલીસ પણ સ્તબ્ધ થઇ ગઇ હતી. આ ગોળ કબ્જે કરીને ફૂડ વિભાગને સેમ્પલ મોકલવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ પોલીસ ભગવતી સેલ્સ એજન્સીના માલિકને પકડવા માટેના પ્રયત્નો કરી રહી છે. જેની માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

Most Popular

To Top