અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) ઓઢવ વિસ્તારમાંથી નકલી દારૂ (Duplicate Alcohol) બનાવવાનું કારખાનું ઝડપાયું હતું. આમ તો અમદાવાદ સહિત રાજ્યભરમાં દારૂબંધી છે, છતાં પણ ગુજરાતમાં (Gujarat) ખુલ્લેઆમ દારૂનું વેચાણ ચાલે છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી નકલી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું હતું. પોલીસે (Police) 88,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી હતી.
- અમદાવાદમાં નકલી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું
- 88,000થી વધુના મુદ્દામાલ સાથે એકની ધરપકડ
ગુજરાતમાં દારૂબંધી છે, છતાં પણ ગુજરાતમાં બેફામ દારૂની હેરાફરીના કિસ્સાઓ સામે આવતા હોય છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી નકલી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું હતું. ઓઢવના મોતીબાગ ચાલીમાં રહેતો અશરફ નામનો શખ્સ નકલી દારૂ બનાવી તેનું વેચાણ કરતો હોવાની હકીકત પોલીસને મળતા પોલીસે દરોડો પાડી નકલી દારૂ બનાવવાના કારખાનામાંથી 70 નંગ ડુપ્લીકેટ બોટલની બુચ, બ્રાન્ડેડ સ્ટીકરો, 147 દારૂની બોટલ સહીત અંદાજે 88 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી આશરફીલાલ સરોજની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય બે આરોપી ચેતન શાહ અને સંજય ફરાર થઈ ગયા હતા. પોલીસે આ બંને આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા: ગ્રામ્ય LCBએ ભરથાણા નજીકથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપ્યો
વડોદરા: અગાઉ વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા બાતમીના આધારે મોટી માત્રામાં આઇસર ભરેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂ પોલીસથી સંતાડવા માટે આરોપીઓ દ્વારા ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. જો કે, વડોદરા ગ્રામ્ય પોલીસ સામે આરોપીની ચાલાકી ઉંધી પડી હતી. અને સમગ્ર કાર્યવાહી કરવામાં પોલીસને સફળતા મળી છે. બુધવાર રાત્રે પીએસઆઇ આર. બી. વનાર સહિતની એલસીબીની ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇવે પેટ્રોલીંગમાં હતી. દરમિયાન આઇસરમાં મોટી માત્રામાં દારૂ લાવવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી.
આઇસરમાં બનાવેલા ચોરખાનામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. સમગ્ર કાર્યવાહીમાં પોલીસે વિદેશ દારૂની 209 પેટીઓમાંથી 2508 નંગ બોટલ ઝડપી પાડી હતી. જેની કિંમત રૂ. 10.03 લાખ થાય છે. આ સાથે જે મોબાઇલ, આઇસર અને જીપીએસ જપ્ત કરવામાં આવ્યા હતા.