અમદાવાદ: અમદાવાદની (Ahemdabad) સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલમાં (SVP Hospital) સોમવારની સાંજે એક મોટી આગની દુર્ઘટના (Fire accident) સામે આવી છે. આ વિશેની જાણ થતાં ત્યાં હોબાળો મચી ગયો હતો. તેમજ હોસ્પિટલમાં આવેલા તમામ સ્ટાફ, દાખલ દર્દીઓ (Patients) અને સામાન્ય લોકો વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને (Fire brigade) કરવામાં આવી હતી. તેથી હાલ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે.
- એસવીપી હોસ્પિટલમાં સમીમાંજે બની આગની દુર્ઘટના
- એસવીપી હોસ્પિટલમના ત્રીજા માળે આઈસીયુ વોર્ડમાં લાગી આગ
- તમામ દર્દીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યુ
મળતી માહિતી મુજબ એસવીપી હોસ્પિટલમાં આગનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યુ છે. જો કે આ આગ એસવીપી હોસ્પિટલમના ત્રીજા માળે લાગી હતી. હોસ્પિટલમાં આગની ઘટના બનતા દર્દીઓની સુરક્ષાએ પ્રાથમિક ફરજ બનતી હોય છે. તેમજ આ આગ તો હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગી હતી. તેથી તુરંત જ દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં તાત્કાલિક તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. મળતી માહિતી મુજબ હજી સુધી આગની ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર આવ્યા નથી.
ભરૂચની સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ બંધ રહેતા 5 મૃતદેહો કોહવાયા
ભરૂચની સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં 5 મૃતદેહો કોહવાઈ ગયા હતા. કારણ કે છેલ્લાં કેટલાક દિવસોથી હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ બંધ છે. બિનવારસી મૃતદેહને સાચવવામાં પણ તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. 44 ડીગ્રી ગરમીમાં કેટલાક દિવસથી સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ બંધ છે. મળતી માહિતી મુજબ ટેક્નિકલ ખામી સર્જાવાના કારણે હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ બંધ હતુ. જેના કારણે 5 મૃતદેહ ડીકમ્પોઝ થઇ ગયા હતા.
આ મામલે એક એનજીઓએ હોસ્પિટલ પર આક્ષેપ કર્યો છે. તેમજ જિલ્લાના લોકપ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે હોસ્પિટલ તંત્રે બચાવ કરતા કહ્યું કે ઉંદરે વાયર કાપી નાખતા કોલ્ડ સ્ટોરેજ બંધ થયું છે.