ગાંધીનગર : રાજય સરકાર (Gujarat Goverment) દ્વારા ‘આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ (ABPMJAY) અંતર્ગત નિયત માપદંડ ધરાવતા પરિવારોને ઓપરેશન-પ્રોસીજર માટે વાર્ષિક રૂ.10 લાખનું વિનામૂલ્યે આરોગ્ય કવચ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત કોઇ પણ હોસ્પિટલો (hospital) દ્વારા ગેરરીતિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ’ (SAFU)ની રચના કરવામાં આવી છે.
આ યુનિટ રાજ્યમાં વિવિધ સ્થળોએ રૂબરૂ મુલાકાત કરીને સતત મોનિટરિંગ કરે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં બે કરોડથી વધુ નાગરિકોને PMJAY કાર્ડ આપવામાં આવ્યા છે. જેમાં કેન્સર, યુરોલોજી, કાર્ડિયાક, ન્યૂરોલોજી અને નિઓનેટલ જેવી સ્પેશિયાલિટી સારવાર માટે રૂ. 4,928 કરોડથી વધુ રકમનો લાભ અપાયો છે.
આ યોજનાનો લાભ કુટુંબના સભ્યોની મર્યાદા વગર દરેક સભ્યને વ્યક્તિગત “આયુષ્માન કાર્ડ” આપવામાં આવે છે. જેની મદદથી યોજનાના લાભાર્થીઓ જરૂરિયાતના સમયે સામાન્ય બીમારીથી લઇને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, હૃદયની સારવાર, કેન્સર જેવી અતિગંભીર બીમારીઓ માટે પોતાના રહેઠાણની આસપાસ યોજના સાથે જોડાયેલી ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર મેળવી શકે છે. તા.18 ડિસેમ્બર-2023ની સ્થિતિએ રાજ્યમાં 1716 સરકારી, 774૪ ખાનગી, તેમજ 18 કેન્દ્ર સરકાર સંચાલિત એમ કુલ 2518 હોસ્પિટલો હાલમાં આ યોજના અંતર્ગત સંલગ્ન છે. જેમાં અંદાજીત દૈનિક 4039 પ્રિ-ઓથ કેસ સારવાર માટે મુકવામાં આવે છે.
કારી હોસ્પિટલ અથવા જિલ્લા પંચાયત/ કોર્પોરેશનમાં આરોગ્ય શાખાનો સંપર્ક કરવાનો રહેશે. આયુષ્માન કાર્ડ હેઠળ મળવાપાત્ર સારવારના તમામ રિપોર્ટસ, દવાનો તમામ ખર્ચ, રૂમ ચાર્જ, દર્દીનું જમવાનું દાખલ થયેથી લઇ ડિસ્ચાર્જ સુધી વિનામૂલ્યે મળવાપાત્ર છે. હોસ્પિટલ “પી.એમ.જે.એ.વાય-મા” યોજનામાં જે સ્પેશિયાલિટીમાં જોડાયેલ હોય તે જ સ્પેશિયાલિટીની સારવાર “પી.એમ.જે.એ.વાય-મા” કાર્ડ હેઠળ વિનામૂલ્યે આપવા બંધાયેલ છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતી વખતે કોઇ પણ જાતની મંજૂરી લેવાની રહેતી નથી.આ ઉપરાંત ABPMJAY અંતર્ગત જોડાયેલી સ્પેશિયાલિટી મુજબ હોસ્પિટલની સૂચિ તેમજ વધુ માહિતી www.magujarat.com વેબસાઇટ પરથી મેળવી શકાશે.