Gujarat

રાજ્યમાં એક સાથે 68 IASની બદલી, અમદાવાદના નવા મ્યુનિ.કમિ. બન્યા બંછાનિધી પાની

ગાંધીનગર: મુખ્ય સચિવ તરીકે રાજકુમારની ગઈકાલે નિવૃત્તિ બાદ અને પંકજ જોશીની નવા મુખ્ય સચિવ થયાના પ્રથમ દિવસે જ ગુજરાતના 20 સિનિયર આઈએએસ સહિત 68 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ થયા છે. જેમાં અમદાવાદમાં નવા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર બિંછાનિધી પાની બન્યા છે. જ્યારે અવંતિકા સિંઘને GACLના એમડીનો વધારાનો ચાર્જ સોંપાયો છે. રાજ્યના 4 IAS અધિકારીઓને પણ પ્રમોશન અપાયું છે. પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પ્રમોશન અપાયું છે. જેમાં વિનોદ રાવ, એમ થેંનારસન, અનુપમ આનંદ અને મિલિંદ તોરવણેને પ્રમોશન અપાયું છે.

ડૉ. વિનોદ રામચંદ્ર રાવને સરકારના સચિવ, શ્રમ. કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગને HAGના પગાર ધોરણમાં બઢતી આપી સરકારના અગ્ર સચિવના હોદ્દા પર અને સરકારના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરાઈ છે. એમ. થેન્નારસન, મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદને સરકારના સરકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે અનુપમ આનંદ, કમિશ્નર ઓફ ટ્રાન્સપોર્ટને વાહનવ્યવહાર કમિશનર તરીકે કામ કરવાનું ચાલુ રાખવા માટે નિમણૂક કરવામાં આવી છે.

આ સિવાય મિલિંદ તોરવણેને મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (GSPC) તરીકે નિમણૂક આપવામાં આવી છે. પી સ્વરૂપ કમિશ્નર લેન્ડ રીફોર્મસમાંથી કમિશનર ઈન્ડસ્ટ્રીઝ તરીકે બદલી, જયારે સરસ્વતી સાધનામાં સાયકલ ભંગાર થવાના મામલે કોટેજ ઇન્ડસ્ટ્રિઝના કમિશ્નર પ્રવિણ સોલંકી સાઈડલાઈન કરાયા છે. પ્રવિણ સોલંકીને મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટ્યુટના ડિજી તરીકે મુકાયા છે.

Most Popular

To Top