World

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે વિશ્વને જણાવી દીધું- સોમવાર સપ્તાહનો સૌથી ખરાબ દિવસ

વર્ષ 2013માં રિલીઝ થયેલી સૈફ અલી ખાન અને કુણાલ ખેમુની ફિલ્મ ‘ગો ગોવા ગોન’નું આ ગીત ‘ખૂન પીને તુ આયા ખૂન પીને, બ્લડી બ્લડી મન્ડે ક્યૂં આયા ખૂન પીને’ જાણે ખરા અર્થમાં સાર્થક થઈ રહ્યં છે. આ ગીતમાં જણાવ્યું હતું કે સોમવાર (Monday) કેટલો ખરાબ છે. પણ હવે ‘ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ’એ (Guinness World Records) આ વાત પણ પોતાની મહોર લગાવી છે. ગિનીસ બુકે સત્તાવાર રીતે ‘સોમવાર’ને ‘સપ્તાહનો સૌથી ખરાબ દિવસ’ જાહેર કર્યો છે. સોશિયલ મીડિયા (Social Media) યુઝર્સે આ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એટલું જ નહીં આ વાતને લઈને લોકોના મિમ્સ પણ સામે આવી રહ્યાં છે.

  • ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે વિશ્વને જણાવ્યું કે સપ્તાહનો સૌથી ખરાબ દિવસ સોમવાર છે
  • ગિનીસ બુકે સત્તાવાર રીતે ‘સોમવાર’ને ‘સપ્તાહનો સૌથી ખરાબ દિવસ’ જાહેર કર્યો છે
  • ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ (GWR) ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરવામાં આવી હતી

સોમવારે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ (GWR) ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરવામાં આવી હતી. તેણે લખ્યું કે અમે સત્તાવાર રીતે ‘સોમવાર’ના રોજને ‘સપ્તાહના સૌથી ખરાબ દિવસ’નો રેકોર્ડ ગણાવીએ છીએ. સમાચાર લખાય છે ત્યાં સુધી આ ટ્વીટને 4 લાખ 18 હજારથી વધુ લાઈક્સ, 78 હજાર રીટ્વીટ અને 10 હજારથી વધુ કોમેન્ટ મળી ચુકી છે.

સોમવાર, શનિવાર અને રવિવાર એટલે કે બે દિવસ વીકએન્ડ પછી આવે છે. આ દિવસે નોકરી કરતા લોકો તેમના કામ પર જાય છે. વિદ્યાર્થીઓ શાળા અને અન્ય લોકો પણ અહીં અને ત્યાં અવરજવર કરે છે. તેનો અર્થ એ છે કે રજા પછી આખું વિશ્વ તેના પોતાના કામ પર સુયોજિત થાય છે. રસ્તાઓ પર ટ્રાફિક જોવા મળે છે. મેટ્રો અને લોકલ ટ્રેનોમાં ભીડ હોય છે. હવે બે દિવસની મસ્ત રજાઓ માણ્યા બાદ એટલી બધી દોડાદોડી કરવી પડે છે. જેના કારણે લોકો સોમવારને બ્લડી મન્ડે પણ કહે છે.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડના ટ્વીટ બાદ એક ટ્વિટર યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, તમે બહુ મોડું કરી દીધું છે. તો ત્યાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે પણ IKR લખ્યો. લોકપ્રિય YouTuber MrBeastએ ટ્વિટ કર્યું, “બુધવાર વિશે શું?” લોકોએ કહ્યું કે સોમવારે જવાનો અર્થ છે કે તમે અઠવાડિયાના સૌથી ખરાબ દિવસે જઈ રહ્યા છો. એક યુઝરે કહ્યું કે આપણે આ દિવસને કેન્સલ કરી દેવો જોઈએ, તો એકે જવાબ આપ્યો કે તો પછી મંગળવાર સૌથી નકામો દિવસ બની જશે.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડના ટ્વિટર હેન્ડલ પર 4 લાખ 64 હજાર ફોલોઅર્સ છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડના આ ટ્વીટને 4 લાખ લોકોએ લાઈક કર્યું છે. તેને 77 હજાર લોકોએ રીટ્વીટ કર્યું છે. ગીનીસ બુક ઓફ રેકોર્ડ્સ જે હવે ગીનીસ વર્લ્ડ રેકોર્ડ્સ તરીકે ઓળખાય છે તેની 143 મિલિયન નકલો વેચાઈ છે. જે 100 દેશોમાં ફેલાયેલી છે અને ઓછામાં ઓછી 22 ભાષાઓમાં પ્રકાશિત થાય છે. પ્રથમ યરબુક 27 ઓગસ્ટ 1955ના રોજ પ્રકાશિત થઈ હતી.

Most Popular

To Top