વ્યારા: સુરત જિલ્લાના કામરેજના ચીખલી (ડુંગર) ગામના પટેલ કળિયામાં રહેતો રાકેશસિંહ તખતસિંહ દેસાઈ (ઉં.વ.૪૦)એ સવારે નિઝરમાં આવેલા શ્રીજી ગેસ્ટ હાઉસમાં પંખા સાથે શાલ તથા ચાદર બાંધી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવ અંગે પ્રશાંતકુમાર દેસાઇની ફરિયાદના આધારે નિઝર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુમાં તપાસ હાથ ધરી છે.
આમોદના ઘમણાદમાં પરપુરુષ સાથે રહેતી માતાનું શંકાસ્પદ મોત થતાં પુત્રની ફરિયાદ
આમોદ: આમોદના ઘમણાદ ગામે પરાયા પુરૂષ સાથે રહેતી મહિલાનું કોઈ કારણોસર રહસ્યમયી મોત થતાં આમોદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પુત્રની ફરિયાદને પગલે પોલીસે હાલ અકસ્માત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ મોતનું સાચું કારણ જાણવા આમોદ પોલીસે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદ ખાતે મૃતક મહિલાનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને લાશ પરત કરી હતી.
આમોદ તાલુકાના ઘમણાદ ગામે રહેતા સંજય જયંતી વસાવાની માતા જીવીને તેના પિતા સાથે અણબનાવ રહેતો હતો. જેથી જીવી ગામમાં જ રહેતા પરાયા પુરુષ ભરત છોટુ વસાવાના ઘરે લગભગ એક વર્ષથી રહેતી હતી. બુધવારે જીવીના પુત્ર સંજયને ગામલોકોના કહેવાથી જાણ થઈ હતી કે, તારી માતાનું ગઈકાલે રાતે અવસાન થયું છે. ત્યારે મહિલાનો પુત્ર સંજય તેના ભાઈ સાથે ભરત વસાવાના ઘરે જોવા ગયો હતો. જ્યાં સ્થળ ઉપર કોઈ લોહીના ડાઘ કે અન્ય શરીર ઉપર કોઈ શંકાસ્પદ નિશાન જેવું મળ્યું નહોતું. તેમજ તેમને કોઈ બીમારી પણ નહોતી. આમોદ પોલીસમથકે સંજય વસાવાએ તેની માતાના સાચા મોતની તપાસ કરવા માટે ફરિયાદ આપતાં આમોદ પોલીસે જીવી વસાવાનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરી હતી.