ફાર્મસી સંબધીત વિવિધ રીસર્ચ અને અભ્યાસલક્ષી જ્ઞાનમાં વધારો કરવા માટે આ પ્રકારના ટ્રેનિંગ પ્રોગ્રામ લાભદાયી થશે. જેનાથી ભવિષ્યમાં ઈન્ડસ્ટ્રીઝની માંગ આધારીત રોજગારની તકો વધશે, તેવું ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસી (જીએસપી) દ્વારા 3 દિવસીય એનાલિટીકલ ઈન્સ્ટ્રૂમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામના ઉદ્દઘાટન પ્રસંગે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું.
જીએસપીના ટ્રેનીંગ તજજ્ઞ ડૉ. કશ્યપ ઠુમ્મરે જણાવ્યું હતું કે, 200થી વધુ અરજીમાં 26 સિલેક્ટેડ વિદ્યાર્થીઓને પ્રથમ તબક્કાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેમાં વિવિધ દવાઓ અને ખાદ્યપદાર્થો પર કરવામાં આવતાં ક્વાલિટી ટેસ્ટીંગ અને રિસર્ચ બાબતેના પરીક્ષણમાં વપરાતાં વિવિધ અદ્યતન મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો તેની ટ્રેનિંગ યોજાઈ હતી.
જેમાં હાઈ પ્રેશર લિક્વિડ ક્રોમોટોગ્રાફી (HPCL), હાય પર્ફોર્મન્સ થીમ લેયર ક્રોમોટોગ્રાફી (HPTLC), લિક્વિડ ક્રોમોટોગ્રાફી માસ સ્પેક્ટોમેટ્રી (LCMS), અલ્ટ્રાવોયોલેટ એક્સપ્રિમેન્ટ (UVE) જેવા અદ્યતન ફાર્મા મશીનોના વપરાશથી લઈને કયા-કયા પરિક્ષણ માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવો જેવી તમામ બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.