Gujarat

ઈમારતનું યોગ્ય પ્લાનિંગ અને અર્લી ડિટેક્શન ફાયર વોર્નિંગ ડિવાઈસ મોટી જાનહાની રોકી શકે

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને નિવિડ ફાયરના (એન ફાયર) સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ અને દરેક વ્યક્તિમાં ફાયર સેફ્ટી અંગે જાગૃકત્તા કેળવાય અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટનાનો ભોગ કોઈ પણ ના બને તે માટે આશયે ઈ-સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જીટીયુ સંલગ્ન તમામ કૉલેજોમાં એનફાયર દ્વારા વિનામૂલ્યે ફાયર ઓડિટ કરી આપવામાં આવશે

જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. કોઈપણ ઈમારતનું યોગ્ય પ્લાનિંગ અને ફાયર સંદર્ભે 0 થી 6 સેકન્ડના ગોલ્ડન ટાઈમમાં અર્લી ડિટેક્શન કરતાં ડિવાઈસના ઉપયોગથી મોટી જાનહાનીને રોકી શકાય છે. આ ઈ-સેમિનારમાં 2500થી વધુ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝ જોડાયાં હતાં.

ફાયર સેફ્ટી પ્લાનિંગ, જીવન અને સંપત્તિનું રક્ષણ એ આ ઈ-સેમિનારનો મુખ્ય ઉદ્દેશ હતો. ઉપરાંત ફાયર સેફ્ટીની તાલીમ લઈને અનિવાર્ય સંજોગોમાં યોગ્ય કુશળતા કેળવવી, આગનાં જોખમનું મૂલ્યાંકન કરવું, ટૂંક સમયમાં આગને ફેલાતાં કેવી રીતે રોકવી અને કટોકટીના કિસ્સામાં કેવી રીતે અસરકારક પ્રતિક્રિયા આપીને સમયસર જાનહાની ટાળવી જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી.

Most Popular

To Top