National

દેશના નવા પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂકવામાં જીએસએલવી રોકેટ નિષ્ફળ

ઇસરોનું જીએસએલવી રોકેટ આજે દેશના હાલના નવીનતમ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ ઇઓએસ-૦૩ને લોન્ચ વેહિકલનો ક્રાયોજેનિક સ્ટેજ ઇગ્નાઇટ કરવામાં નિષ્ફળ જતાં ભ્રમણકક્ષામાં મૂકવામાં નિષ્ફળ ગયું હતું, જેના પગલે દેશની મુખ્ય અવકાશ સંસ્થાએ જાહેર કરવું પડ્યું હતું કે મિશન ધાર્યા મુજબ પાર પડી શક્યું નથી.

અલબત્ત, રોકેટના પ્રથમ અને બીજા તબક્કાએ સામાન્યપણે દેખાવ કર્યો હતો એમ બેંગલુરુમાં વડુમથક ધરાવતી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ઇસરો)એ જણાવ્યું હતું. એક જાહેરનામામાં ઇસરોએ જણાવ્યું હતું કે જીએસએલવી-એફ૧૦ લોન્ચ આજે સવારે કાર્યક્રમ મુજબ સવારે પ.૪૩ કલાકે થયું હતું. પહેલા અને બીજા સ્ટેજની કામગીર નોર્મલ હતી. અલબત્ત, ક્રાયોજેનિક અપર સ્ટેજ પેટાવવાની ટેકનિકલ વિસંગતતાને કારણે થઇ શકી ન હતી. મિશન ઇરાદા પ્રમાણે પુરું થઇ શક્યું નથી. ઇસરોના જણાવ્યા પ્રમાણે ક્રાયોજેનિક અપર સ્ટેજ ઇગ્નિશનની કામગીરી લિફ્ટ-ઓફ થયા બાદ ૪.પ૬ મિનિટે થવાની હતી.

મિશન કન્ટ્રોલ સેન્ટર ખાતે રેન્જ ઓપરેશન ડિરેકટર દ્વારા પણ આની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી. ઇસરોના અધ્યક્ષ કે. સિવને જણાવ્યું હતું કે મિશન પૂરી રીતે સંપૂર્ણ થઇ શકયું નથી કારણ કે ક્રાયોજેનિક સ્ટેજમાં એક ટેકનિકલ વિસંગતતા દેખાઇ હતી. હું આ મારા મિત્રોને જણાવવા માગુ છુ઼ં એમ તેમણે કહ્યું હતું.

અગાઉ લૉન્ચિંગ મુલતવી રહ્યું હતું
2268 કિલોના આ ઉપગ્રહને અગાઉ જીઆઇએસએટી-1 નામ અપાયું હતું અને 2020ની પાંચમી માર્ચે લૉન્ચિંગ ટેકનિકલ કારણોથી મુલતવી રહ્યું હતું. લૉકડાઉનને લીધે ફરી મુલતવી રાખી 2021ની 28મી માર્ચે રખાયું પણ અમુક નજીવી તકલીફના લીધે ફરી મોકૂફ રહ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે કોવિડ-૧૯ના રોગચાળાન સમયગાળામાં ઇસરોએ લોન્ચ કાર્યો બંધ રાખવા પડ્યા હતા. હાલ કેટલાક સમય પહેલા તેણે લોન્ચ કામગીરી શરૂ કરી હતી અને આ પહેલા બ્રાઝિલનો એક ઉપગ્રહ ફેબ્રુઆરીમાં અવકાશમાં ચડાવી આપ્યો હતો.

લૉન્ચ તો બરાબર થયું પણ અપર સ્ટેજમાં ટેકનિકલ ખામી આવી
લૉન્ચિંગ સફળતાપૂર્વક થયું હતું પણ ક્રાયોજેનિક એન્જિનના અપર સ્ટેજમાં ટેકનિકલ ખામી આવતા સંપર્ક તૂટી ગયો હતો. મિશન પૂરું થવાના આખરી સમય 18 મિનિટ 39 સેકન્ડની વચ્ચે સંપર્ક તૂટી ગયો.

જો સફળ થતે તો આ પહેલી વાર હોત
ઇસરોએ હજી જિયો ઓર્બિટ એટલે કે પૃથ્વીથી 36000 કિમી દૂરની કક્ષામાં હજી કોઇ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ ગોઠવ્યો નથી. જો આમ થતે તો ભારતે અંતરિક્ષમાં સીસીટીવી ગોઠવ્યા એમ કહી શકાતે. મિશન ફરી શેડ્યુઅલ થઈ શકે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે મિશન ફરી રિશેડ્યુઅલ થઈ શકે છે.

Most Popular

To Top