Vadodara

GSFC પાસે 22 પૈડાવાળું મોટું ટ્રેલર ખાડામાં નમી પડ્યું : ચાલક-ક્લિનરનો બચાવ

( પ્રતિનિધી )વડોદરા,તા.12

વડોદરા શહેર નજીક જીએસએફસી પાસે ગાડીના શો રૂમ બહાર એક 22 પૈડાંનું મોટું ટ્રેલર ખાડામાં ઉતરી ગયું હતું. રોડ સાઈડના ખાડામાં પાછળના ભાગેથી નમી ગયું હતું. સદ નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જ્યારે ક્રેઈનની મદદથી ટ્રેલરને બહાર કાઢવામાં આવ્યું હતું.

વડોદરા શહેર અને હાઇવે ઉપર દિન પ્રતિદિન અકસ્માતોના બનાવવામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પુરપાટ ઝડપે દોડી રહેલા વાહનો, તો ક્યાંક રોડ ઉપર પડેલા ખાડાઓના કારણે અકસ્માત સર્જાય છે. તો ઘણી વખત ઓવર લોડેડ માલ સામાન ભરેલ હોવાના કારણે પણ વાહનો પલટી મારી જતા હોય છે. તેવામાં શહેર નજીક જીએસએફસીના ગેટ પાસે એક કારના શોરૂમની બહાર 22 પૈડાંવાળું એક વિશાળ ટ્રેલર રોડ સાઈડ પાણીના નિકાલ માટે કરાયેલા કાંસરૂપી ખાડામાં ઉતરી ગયું હતું. ટ્રેલરના પાછળના છ ટાયર ખાડામાં ઉતરી જતા એક તરફ ટ્રેલર નમી પડ્યું હતું. જોકે ઘટના બનતા ત્વરિત ટ્રેલરમાં સવાર ચાલક અને ક્લીનર કેબિનમાંથી બહાર આવી ગયા હતા. જ્યારે, બનાવને પગલે ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે આ ટ્રેલરને કાઢવા માટે ક્રેઇનની મદદ લેવી પડી હતી. કલાકોની જહેમત બાદ ટ્રેલરને બહાર કાઢવામાં આવ્યું હતું. તો બનાવને પગલે માર્ગ પરથી પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકોને કલાકો માટે મુશ્કેલી વેઠવી પડી હતી.

Most Popular

To Top