જળવાયુ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ ( greta thanburg) જ્યારે દિશા રવિને ( disha ravi) ટેકો આપતા કહ્યું છે કે વાણી સ્વતંત્રતા ( freedom for speech ) લોકશાહીનો મૂળભૂત ભાગ હોવો જોઈએ, તેની સાથે ચેડા કરી શકાય નહી.
ક્લાઇમેટ કાર્યકર દિશા રવિને ત્રણ દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે. પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હી પોલીસ ( delhi police) ની માગ સ્વીકારી આ આદેશ આપ્યો છે. તે જ સમયે આબોહવા કાર્યકર્તા ગ્રેટા થાનબર્ગે દિશા રવિને ટેકો આપ્યો છે અને કહ્યું છે કે વાણી સ્વતંત્રતા લોકશાહીનો મૂળ ભાગ હોવી જોઈએ. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ ( twitter handle) પર લખ્યું કે, વાણીની સ્વતંત્રતા, શાંતિપૂર્ણ વિરોધ અને જાહેર સભાઓ માનવ અધિકાર છે. આ કોઈપણ લોકશાહીનો મૂળ ભાગ હોવો જોઈએ.
સ્વીડન સ્થિત કાર્યકર્તા ગ્રેટાએ ફ્રાઈડે ફોર ફ્યુચરના એક ટ્વિટનો જવાબ આપતા લખ્યું હતું, જેમાં તેણે #સ્ટેન્ડવિથદિશારવિને હેશટેગ કરી હતી. થેનબર્ગે ઓગસ્ટ 2018 માં સંસ્થાની સ્થાપના કરી હતી, જ્યારે તેણી માત્ર 15 વર્ષની હતી.
દિલ્હી પોલીસે ક્લાઇમેટ કાર્યકર ગ્રેટા થાનબર્ગ દ્વારા શેર કરેલા ખેડૂત આંદોલનને સમર્થન આપતા ‘ટૂલકિટ’ કેસમાં 13 ફેબ્રુઆરીએ દિશા રવિની બેંગલુરુથી ધરપકડ કરી હતી. દિશા રવિને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુથી દિલ્હી પોલીસ દ્વારા ક્લાઇમેટ કાર્યકર ગ્રેટા થાનબર્ગ દ્વારા ખેડૂત આંદોલનને સમર્થન આપતા ‘ટૂલકીટ’ ( toolkit) કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
તાજેતરમાં, કાર્યકર ગ્રેટા થનબર્ગે ખેડૂત આંદોલનના ( farmer protest) સમર્થનમાં ટ્વિટર પર ટૂલકિટ શેર કરી હતી. દિલ્હી પોલીસનું કહેવું છે કે દિશા રવિની સાથે, શાંતનુ મુલુક અને નિકિતા જેકબ ( nikita jecob) દ્વારા ખેડૂત આંદોલનને લગતી આ ટૂલકીટને એડિટ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, દિશા રવિની પોલીસ કસ્ટડી દરમિયાન પૂછપરછ દરમિયાન પ્રશ્નોથી દૂર રહી હતી. પોલીસ આ મામલે સામ-સામે પૂછપરછ કરવા માંગે છે. દિલ્હી પોલીસે શાંતનુ મુલુકને તપાસમાં જોડાવા માટે નોટિસ મોકલી છે. 22 ફેબ્રુઆરીએ, પોલીસ સામ-સામે રૂબરૂ થશે.
આ સાથે જ દિશા રવિ દ્વારા જામીન અરજી કરવામાં આવી છે. તેની સુનાવણી શનિવારે પટિયાલા હાઉસ સેશન્સ કોર્ટમાં છે. આરોપી વકીલો નિકિતા જેકબ અને શાંતનુ મુલુકને આ કેસમાં પહેલાથી જ મહારાષ્ટ્ર હાઇકોર્ટથી આગોતરા જામીન મળી ચૂક્યા છે.