આણંદ : વિદ્યાનગર નેચર ક્લબ વર્ષ ૧૯૮૮થી આણંદ અને ખેડા જીલ્લામાં પર્યાવરણ શિક્ષણ, સંરક્ષણ અને જાગૃતિ માટે કાર્યરત છે. તેના અંતર્ગત વર્ષ ૨૦૧૨થી દર વર્ષે ગ્રીનેથોન નામની ઇવેન્ટનું આયોજન કરે છે. આ ઇવેન્ટનો મુખ્ય હેતુ ચરોતરની હરિયાળીની જાળવણી થાય અને ચરોતરવાસીઓ આ હરિયાળી વિશે જાગૃત્ત થાય તેવો છે. દર વર્ષે આ કાર્યક્રમમાં હજારો લોકો ભાગ લે છે. આ વર્ષે આનું આયોજન ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ થયું હતું. આ કાર્યક્રમમાં લગભગ ૧૫૦૦ લોકોએ ભાગ લીધો હતો. ગ્રીનેથોનમાં મુખ્યત્વે ત્રણ વિભાગ હોય છે.
૧૦ કિલોમીટરની દોડ, ૧૦ કિલોમીટરનું સાયકલીંગ અને ૨.૫ કિલોમીટરનું વોકિંગ. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે લેફ્ટનન્ટ કર્નલ વી. ઝેડ. શર્માએ (રી.) હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કુલ પાંચ કેટેગરી હોય છે. ૧૮ વર્ષથી નાના છોકરાઓ, ૧૮ વર્ષથી નાની છોકરીઓ, ૧૮ વર્ષથી ઉપરના છોકરાઓ, ૧૮ વર્ષથી ઉપરની છોકરીઓ, અને ૪૦ વર્ષથી ઉપરની સ્ત્રીઓ અને પુરુષો. સાઇકલ રેસ અને રનિંગમાં આવી ટોટલ પાંચ કેટેગરી હોય છે. ૧૦ વર્ષથી નાના બાળકો માટે સ્કેટિંગ પણ રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમ સવારે ૬ વાગે શરૂ થઈને ૧૦:૩૦ વાગે સમાપ્ત થઈ ગયો હતો.