Charchapatra

કહેવાતા ભગવાનોની લીલા

હાથરસમાં સૂરજપાલના સત્સંગમાં થયેલી નાસભાગમાં ૧૨૩ ભક્તોના મોત થયા જે અત્યંત દુઃખદ ઘટના છે. આ દેશમાં રહીમ, નિત્યાનંદ, આશારામ, રામપાલ, જેવા અનેક પાખંડી બાબાઓ-બાપુઓના આશ્રમો, અઢળક સંપત્તિ અને રાજા મહારાજા જેવી લાઈફસ્ટાઈલ કોઈ  દુર્ઘટના પછી જ બહાર આવે છે. હકીકતે આવા અનેક બાવાઓ, બાબાઓ, બાપુઓ ધર્મને નામે લોકોની લાગણી સાથે રમત રમીને પોતાને ભગવાન તરીકે સ્થાપતા હોય છે. અનેક લીલાઓ ચાલે છે. સાથે સાથે વૈભવી આશ્રમો સહિત હજારો કરોડની સંપત્તિ તેઓ એકઠી કરે છે. એકવીસમી સદીમાં પણ પ્રજા હજી આવા ઢોંગીઓ પર વિશ્વાસ રાખીને શોષણનો ભોગ બને છે અથવા જીવ ગુમાવે છે.

બીજી તરફ આવા ઢોંગીઓના સમર્થનમાં મત બેંક અંકે કરવા ઘણા રાજકારણીઓ હાજર હોય છે. જેની ગોદડી જાય એને જ ટાઢ વાય..બીજા કોઈને કંઈ ફેર પડતો નથી. હમેંશની જેમ તપાસ સમિતિ, ધરપકડ, કોર્ટ કેસ વગેરે ચાલશે. થોડા વખતમાં કોઈ નવા બાબા પ્રકાશમાં આવશે. માત્ર અભણ પ્રજા જ નહીં સુશિક્ષિતો પણ આવા ઢોંગીઓ પગે પડવા જાય છે, સત્સંગના નામે ચાલતા ઉદ્યોગમાં ભાગ લે છે..! જ્યાં સુધી જીવન સાથે  વૈજ્ઞાનિક અભિગમ નહીં જોડાય ત્યાં સુધી આમ જ ચાલશે. આવા બાબા-બાપુઓ પાસે પ્રજાને પોતાની સમસ્યાઓનો ઉકેલ  જોઇએ છે અને રાજકારણીઓને મત. ધંધો ધમધોકાર ચાલે છે અને ચાલતો રહેશે.!
સુરત     – સુનીલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ધર્માંતરણ એક ગંભીર સમસ્યા છે
દેશમાં છેલ્લા લાંબા સમયથી એક ચોક્કસ ધર્મસમુદાય દ્વારા અન્ય ધર્મના લોકોને લાંચ-પૈસા કે પછી બળના જોરે તેમનો ધર્મ ફરજીયાત અપનાવવાના હેતુથી ધર્માતરણ થયું છે અને થઇ રહ્યું છે. જેના ગંભીર પરીણામને ધ્યાનમાં રાખીને અલ્હાબાદ હાઇખોર્ટે આ અંગે ખુબજ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે કે જો આ રીતે થઇ રેલા અયોગ્ય ધર્માંતરણને કડક કાયદા કે અન્ય અલકારક વિકલ્પ દ્વારા અટકાવવામાં નહી આવે તો તેના ચિંતાજનક પરીણામ હેઠળ ભવિષ્યમાંબહુમતી ધરાવતો સમુદાય પણ લઘુમતીમાં ફેરવાઇ જશે. આ એક ખુબજ ગંભીર અને વિચારવા જેવો મહત્ત્વનો મુદ્દો છે. આ અંગે વર્તમાન શાષકો આવા ધર્માંતરણ પર કાયમી અંકુશ અને પ્રતિબંધ લાગે એવા અસરકારક કાયદા-નિયમો બનાવવા અિવાર્ય બન્યા છે.
સુરત     – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top