અમદાવાદ: અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની (Adani Enterprise Ltd.) સંપૂર્ણ માલિકીની બુદૌન હરદોઇ રોડ પ્રા.લિ. (BHRPL), હરદોઇ ઉનાવ રોડ પ્રા.લિ. (HURPL) અને ઉનાવ પ્રયાગરાજ રોડ પ્રા.લિ. એ ઉત્તર પ્રદેશમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ અંતર્ગત ટોલ (DBFOT) આધારિત 6 લેનના (આઠ લેનના વિસ્તરણનો અવકાશ) એક્સેસ-કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટ (ગ્રુપ-II, III& IV) માટે ધિરાણ મેળવવા માટે ફાયનાન્સિઅલ ક્લોઝર પ્રાપ્ત કર્યું છે. આ પ્રોજેક્ટનો કન્સેસન સમયગાળો 30 વર્ષ છે.
- ઉત્તર પ્રદેશનો ગંગા એક્સપ્રેસવે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે
- ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટ્સ માટે 10238 કરોડની લોનને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ અન્ડરરાઈટ કરી
- અદાણી એન્ટરપ્રાઇઝનો રોડ પોર્ટફોલિયો 6400 લેન કિલોમીટર સાથે વધીને 18 પ્રોજેક્ટસ થયો
મેરઠને પ્રયાગરાજ સાથે જોડનારો ટોલ (DBFOT)ના ધોરણે અમલમાં મૂકાયેલો ઉત્તર પ્રદેશનો ગંગા એક્સપ્રેસવે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે હશે.અદાણી એન્ટરપ્રાઇઝ લિ. આ રોડની 594 કિલોમીટર લંબાઈમાંથી બુદૌનથી પ્રયાગરાજ સુધીના 464 કિલોમીટરનું નિર્માણ કરશે, જેમાં એક્સપ્રેસવે પ્રોજેક્ટનો 80% હિસ્સો છે.
અદાણી એન્ટરપ્રાઈઝ લિ.ના રોડ બિઝનેસના સીઈઓ કે પી મહેશ્વરીએ જણાવ્યું હતું કે, “ભારત તેના વિકાસ માટે આવશ્યક માર્ગોના આંતરમાળખાનું વિક્રમી ગતિએ નિર્માણ કરી રહ્યું છે ત્યારે સમગ્ર દેશમાં અત્યંત જરૂરી રોડ કનેક્ટિવિટી પૂરી પાડવાના કાર્યમાં સહભાગી થવાનો અમને આનંદ છે.” “ ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટ્સ (BHRPL,HURPL) માટે 10238 કરોડના સંપૂર્ણ દેવાની જરૂરિયાતને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ અન્ડરરાઈટ કરી છે. સ્ટેટબેંક ઓફ ઇન્ડીયા તરફથી પ્રાપ્ત આ સુવિધા સાથે અમે આપણા દેશ અને ઉત્તર પ્રદેશને વધુ એક સિમાચિન્હરુપ આંતરમાળખું પુુરું પાાડવા તરફ એક પગલું આગળ વધ્યા છીએ.
ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કેરળ, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને ઓડિશા મળી દેશના દસ રાજ્યોમાં ફેલાયેલ મિલકતનું મૂલ્ય 44000 કરોડે પહોંચ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝનો રોડ પોર્ટફોલિયો 6400 લેન કિલોમીટર સાથે વધીને 18 પ્રોજેક્ટસ થયો છે. આ પોર્ટફોલિયોમાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM ), ટોલ-ઓપરેટ-ટ્રાન્સફર (TOT) અને બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (BOT ) પ્રકારની સંપત્તિઓનું મિશ્રણ છે.
તમને જણાવી દઈએ કે, ગુજરાતીઓ હંમેશા ઈતિહાસ રચવા માટે જાણીતા છે. અગાઉ એક ગુજરાતી મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના નારા સાથે ભારતને આઝાદી અપાવી હતી. મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના નારાને આજે આખી દુનિયા અપનાવી રહી છે. ગુજરાતી મહાત્મા ગાંધી વિશ્વકક્ષાના વિભૂતી બની ગયા છે. હવે વધુ એક ગુજરાતીએ પણ ઈતિહાસ સર્જયો છે. મુળ ગુજરાતી ગૌતમ અદાણીએ હાલમાં જ આખા વિશ્વમાં બીજા ક્રમના સૌથી વધુ ધનાઢ્ય વ્યક્તિ તરીકે ફોબર્સની યાદીમાં સ્થાન મેળવ્યું છે. સંભવત: વિશ્વમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ ગુજરાતી ફોબર્સની યાદીમાં બીજા ક્રમે ધનાઢ્ય વ્યક્તિ તરીકે પહોંચ્યા હોય. ગુજરાત અને ગુજરાતીઓ માટે આ ગર્વ લેવા જેવી બાબત છે. ફોબર્સના રિઅલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્ષ હાલમાં જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં ગૌતમ અદાણીને બીજા ક્રમનું સ્થાન અપાયું છે. જ્યારે પ્રથમ સ્થાન પર એલન મસ્ક છે