વેનેઝુએલા, યુક્રેન, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશથી લઈને નેપાળ જેવા અનેક દેશોમાં અરાજકતા, અસ્થિરતા, ભ્રષ્ટાચારનાં કારણે સત્તા પરથી પદભ્રષ્ટ થઈ રહ્યા છે, જ્યારે અમુક દેશોના અણઘડ નેતાઓએ દેશ ડૂબાડી દેવાનું પાપ કર્યુ છે. વેનેઝુએલાના શાસકોએ સત્તામાં ટકી રહેવા માટે પ્રજાની મફત યોજનાઓ “રેવડી”ચાલુ કરી, એક પાર્ટી મફતની શરૂઆત કરે એટલે બીજા પણ સત્તા મેળવવા ટકાવવા એ જ કરે તેમ તેના પરિણામે સમૃધ્ધ દેશ મોંઘવારી સાથે અરાજકતામાં ધકેલાઈ જાય અને જે મફતની સુવિધાઓ મળતી હતી તે ફંડના અભાવે મૃતપાય થતા વીજળી પાણી વેરણ થયા અને આખો દેશ વેનેઝુએલા મોંઘવારી સાથે અરાજકતામાં ધકેલાઈ ગયો.
બીજુ ઉદાહરણ યુક્રેન છે જેના શાસક વોલોડીમીર ઝેલેન્સ્કીના ખોટા નિર્ણયના કારણે સમૃધ્ધ દેશ બરબાદ થઈ ગયો, શક્તિશાળી રશિયાની સામે લડીને હારવાનું નિશ્ચિત હતું. પ્રજા બેઘર થઈ, હજારો મરી ગયા અને લાખો દેશ છોડવા મજબૂર બન્યા તેના માટે ખોટી અભિમાની જીદ કારણભૂત હતી. આપણો પડોશી દેશ બાંગ્લાદેશની હાલત પણ પતનની તરફ ધકેલાઈ રહી છે, વિપક્ષે સત્તાલોભના પાપે દેશ અરાજકતામાં ધકેલાઈ ગયો, ભારતે આઝાદી અપાવી અને ખૂબ મદદ કરી બાંગ્લાદેશને પગભર કર્યો અને હવે. તેના ગંભીર પરિણામો બાંગ્લાદેશ ભોગવશે!હાથના કર્યા હૈયામાં વાગે તેમ પ્રજાએ ઈતિહાસમાંથી બોધપાઠ લેવો રહ્યો.
સુરત – મનસુખ ટી.વાનાણી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે